Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે ઉકેલી નાખ્યો ગુન્હાનો ભેદઃ
જામનગર તા.૨૯: મોટી ખાવડીમાં રહેતા મૂળ સુરતના એક આસામીને દસેક મહિના પહેલાં ડીજીટલ એરેસ્ટ રાખી કેટલાક શખ્સોએ રૂ.૧૩ લાખ પડાવી લીધાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થયા પછી ગતિમાન થયેલા તપાસના ચક્રોમાં રાજકોટના પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા એક સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
જામનગરના મોટી ખાવડી સ્થિત ટાઉનશીપમાં રહેતા મેહુલભાઈ પંજી નામના સુરતના આસામીને તમારા પાર્સલમાં ડ્રગ્સ આવ્યું છે તેમ કહી ડીજીટલ એરેસ્ટ રાખી દસેક મહિના પહેલાં બે શખ્સે રૂ.૧૩ લાખ પડાવી લીધાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ શખ્સોએ સીબીઆઈ તથા મુંબઈ ક્રાઈમ બ્રાંચના કર્મચારીની બોગસ ઓળખ આપી આ આસામીને ડરાવ્યા હતા. આ ગુન્હાની તપાસ પીઆઈ આઈ.એ. ધાસુરાએ શરૃ કર્યા પછી સ્ટાફના કાળુભાઈ વસરાએ ટેકનિકલ એનાલિસિસ શરૃ કર્યું હતું. જેમાં ત્રણ શખ્સના સગડ મળ્યા હતા.તેથી રાજકોટ ધસી ગયેલી સાયબર ક્રાઈમની ટૂકડીએ સાવન રસીકભાઈ વણઝારા, ચંદ્રેશ સુભાષભાઈ ભુત, ભરત લવજીભાઈ ગોવાણી નામના ત્રણ શખ્સને દબોચી લીધા છે.
આ શખ્સોએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત આપી છે. સાયબર પોલીસે રાજકોટના પોલીસ હેડકવાર્ટરમાં રહેતા ભરત ગોવાણી સહિતના ત્રણેયની ધરપકડ કરી ત્રણ મોબાઈલ કબજે કરી લીધા છે. આરોપીઓની ઘનિષ્ઠ પૂછતાછ શરૃ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial