Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૯: જામજોધપુરના કલ્યાણપર ગામમાં સોમવારે રાત્રે એક ઢાળીયામાં ભેંસને ચારો નીરવા ગયેલા મહિલાને ત્યાં છૂપાયેલો પરભવનો વેરી સર્પ દંશી જતા ઝેરી અસર થઈ જવાથી આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામના ભાવેશભાઈ રામજીભાઈ ઓરડીયા નામના યુવાનના પત્ની રીંકલબેન સોમવારે રાત્રે સાડા બારેક વાગ્યે ઘરની પાછળ બનાવેલા એક ઢાળીયામાં બાંધેલી ભેંસને ચારો તથા પાણી આપવા માટે ગયા હતા.
આ વેળાએ રીંકલબેનને ત્યાં સંતાઈને રહેલો સર્પ દંશી જતાં આ મહિલાને ઉલ્ટી-ઉબકા થવા લાગ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ભાવેશભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial