Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૩ ટૂકડીએ બીજા દિવસે પણ સતત વીજ ચેકીંગ કર્યું:
જામનગર તા.૨૯ : જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે સતત બીજા દિવસે વીજ ચેકીંગ કરાયું હતું. જોડિયા શહેર તથા તાલુકા અને ખંભાળિયા શહેર તથા તાલુકામાંથી રૂ.૩૯ લાખ ૭૦ હજારની વીજચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા શરૃ કરાયેલા વીજ ચેકીંગના ગઈકાલના બીજા દિવસે ૪૩ ટૂકડી સ્થાનિક અધિકારીના વડપણ હેઠળ ચેકીંગમાં જોતરાઈ હતી.
આ ટૂકડીઓએ જોડિયા શહેર તથા તાલુકામાં આવેલા ટીબડી, કુન્નડ, તારાણા, સામપર ગામ ઉપરાંત ખંભાળિયા તાલુકાના વડત્રા, દાત્રાણા, હંજડાપર, કેશોદ અને ખંભાળિયા શહેરમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન ૫૧૩ વીજ જોડાણ ચકાસાયા હતા. જેમાંથી ૯૦ વીજજોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ.૩૯ લાખ ૭૦ હજારના બીલ આપવામાં આવ્યા છે. બંદોબસ્તમાં એસઆરપીના ૧૦ જવાન અને સ્થાનિક પોલીસના ર૯ કર્મીને જોડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial