Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે છરી સહિતના હથિયારો કર્યા હતા કબજેઃ
જામનગર તા.ર૯ : જામનગર-રાજકોટ માર્ગ પર ખીજડિયા પાટીયા પાસેથી થોડા વર્ષ પહેલાં નાઈટ કોમ્બિંગમાં પોલીસે બે બાઈકમાં જતાં પાંચ શખ્સને રોકી છરી સહિતના હથિયારો અને મરચાની ભૂક્કી કબજે કરી હતી. આ શખ્સો ધોરીમાર્ગ પર લૂંટને અંજામ આપવા જતા હોવાનું માનવામાં આવ્યું હતું. આ શખ્સો સામે અગાઉ લૂંટ અને ધાડના ૧૯ કેસ નોંધાયેલા હતા. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે ત્રણ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કેટલાક શખ્સો તિક્ષણ હથિયારો, મરચાની ભૂક્કી, ધોકા વગેરે સાથે રાખી કોઈ વાહનચાલકને લૂંટી લેવા અંગેના ઈરાદાથી બાઈક પર આવ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રાત્રિના સમયે હાથ ધરેલી કાર્યવાહીમાં બે બાઈકમાં જઈ રહેલા પાંચ શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી છરી, ગુપ્તી, ભૂક્કી, સાયકલનો ચેઈન, બેઝબોલનો ધોકો મળી આવ્યા હતા.
આ શખ્સો ધોરીમાર્ગ પર લૂંટ ચલાવવાના ઈરાદાથી જતા હોવાનો આક્ષેપ મૂકી પોલીસે મનસુખ ભગવાનજી, પ્રકાશ વસરામ, નિપેશ ધીરૃભાઈ સહિતના પાંચ સામે ગુન્હો નોંધ્યો હતો. આ શખ્સોની પૂછપરછમાં ઉપરોક્ત ટોળકીએ ધોરીમાર્ગ પર લૂંટ અને ધાડના ૧૯ કિસ્સાને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા બચાવપક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી પૈકીના મનસુખ, પ્રકાશ, નિપેશનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial