Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રામ ચરિત માનસની ચોપાઈના અખંડ અનુષ્ઠાનનો ૩૩મા વર્ષમાં મંગલ પ્રવેશઃ બે દિવસીય હોમાત્મક યજ્ઞ

જોડિયા સ્થિત ગીતા વિદ્યાલયમાં આયોજનઃ

જોડિયા તા. ૨૯: જોડિયા ગામ સ્થિત ગીતા વિદ્યાલયમાં શ્રીરામ ચરિત માનસની ચોપાઈના અખંડ અનુષ્ઠાનના ૩૩મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે બે દિવસ હોમાત્મક યજ્ઞ યોજવામાં આવ્યો છે જેમાં તા. ૨૮-૧ ના સવારે ૬ વાગ્યે શ્રી રામાયણની ચોપાઈના પાઠ, અનુષ્ઠાનનો હોમાત્મક યજ્ઞનો મંગલ પ્રારંભ, તા. ૨૯-૧ને બુધવારે સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ, શ્રીરામ ચરિત માનસના અખંડ હોમાત્મક યજ્ઞમાં ગીતા વિદ્યાલય પરિવારના સાધકો અને બાળકો તથા ભકતજનો, ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના જોડિયા ગામમાં પ.પૂ. શ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ- શ્રી ગીતા વિદ્યાલય માનસ મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધ રામ કથાકાર પ.પૂ. મોરારીબાપુના શુભઆશિષ તથા પ.પૂ. વિરાગમુનીજીની શુભ પ્રેરણાથી તા. ૨૯-૧-૧૯૯૩ના રોજ શ્રીરામ ચરિત માનસની ચોપાઈના અખંડ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh