Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયા દ્વારા યોગી સરકારને ઘેરીઃ
નવીદિલ્હી તા. ૨૯: કુંભ મેળામાં થયેલ ભાગદોડની કમનસીબ ઘટના ને લઈને કોંગી નેતા રાહુલ ગાંધીએ યોગી સરકારને ઘેરીને 'એકસ' દ્વારા જણાવ્યું છે કે, શ્રદ્ધાળુઓને ગૌણ ગણીને વીઆઈપી મૂવમેન્ટને મહત્વ અપાતા આ દુર્ઘટના થઈ છે.
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં ૧૦થી વધુ લોકોના મોતની આશંકા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક પ્રતિક્રિયા આપતાં યોગી સરકારને ઘેરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર પોસ્ટ કરીને લખ્યું કે, મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે. આ દુઃખદ ઘટના મિસ મેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ વીઆઈપી મૂવમેન્ટ પર તંત્રનું ખાસ ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકસ પર લખ્યું કે, 'હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. આજ જેવી દુઃખદ ઘટના ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઇપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૃરિયાતને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.'
તેમણે લખ્યું કે, 'હું શોકમાં ગરકાવ પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અને ઘાયલ થયાની ઘટના દુઃખદ છે.'
બીજી બાજુ અખિલેશ યાદવે પણ આ મામલે સરકાર અને મહાકુંભમાં મેનેજમેન્ટ સામે નિશાન સાધતા એકસ પર લખ્યું કે, અવ્યવસ્થાને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ છે અને સરકાર વીઆઇપી લોકોની સુરક્ષામાં જ વ્યસ્ત છે. નોંધનીય છે કે, મૌની અમાસ પર લગભગ બે કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું.
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહૃાું કે, મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial