Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગર પાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ

૨૬૫ જેટલા માંગણીદારો

ખંભાળિયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ પાલિકા તથા બે તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં રાજ્ય પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત ત્રણ સદસ્યોની ટીમોનું આગમન થયું હતું તથા પાંચ સ્થળે સેન્સ પ્રક્રિયા થઈ હતી.

ભાજપ દ્વારા નિયુકત થયેલા ટીમ સદસ્યો પ્રકાશભાઈ સોની, વંદનાબેન મકવાણા તથા ભાનુભાઈ મહેતા દ્વારા ભાણવડ શહેર પાલિકા માટે ભાણવડ પાંજરાપોળમાં, સલાયા નગરપાલિકા માટે ખંભાળિયા દ્વારકેશ કમલમ કાર્યાલય ખાતે તથા દ્વારકા ન.પા. માટે સનાતન સેવા મંડળમાં તથા ભરાણા તા.પં.ની સીટ માટે ભાણવડ તથા જુવાનપુર તા.પં. સીટ માટે દ્વારકામાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તથા અપેક્ષિત કાર્યકરો, હોદ્ેદારો તથા દાવેદારોને સાંભળ્યા હતા તથા તેમના ફોર્મ પણ સ્વીકાર્યા હતાં.

૨૬૫ જેટલા માંગણીદારો

દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકા માટે ૨૬૫ જેટલા ફોર્મ ટિકિટ વાંચ્છુ દ્વારા રજુ થયા હતા. જેમાં સૌથી વધુ દ્વારકામાં ૧૫૦ જેટલા ટિકિટ ઈચ્છુકો ભાણવડમાં ૮૫ જેટલા તથા સલાયામાં ૨૮ ફોર્મ રજૂ થયા હતા. સલાયામાં ૨૮ સીટો માટે ૨૮ જ દાવેદારો રજૂ થયા હતા. દરેક બેઠક માટે એક જ તે પણ રેકોર્ડ ગણાય છે.

સેન્સ પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh