Advertisement
Author: નોબત સમાચાર

મહિલાઓ માટે ઈન્વેસ્ટરમેન્ટ અંગે નિઃશુલ્ક વર્કશોપનું આયોજન

લડુ ફાઈનાન્સ

જામનગર તા. ર૯: જામનગરના થિંક સ્પેસ ફાઉન્ડેશનના ઉપક્રમે સીએફપી ભાવી નંદા દ્વારા મહિલાઓ માટે "લડુ ફાઈનાન્સ" ના શિર્ષક હેઠળ ઈન્વેસ્ટમેન્ટ અંગે નિઃશુલ્ક વર્કશોપનું આયોજન થિંક સ્પેસ ફાઉન્ડેશનની લાયબ્રેરીમાં કરવામાં આવ્યું છે.

જેમાં ફાઈનાન્સ, નાણાકીય વિષયો, લાડુ ખાવા જેવું જ સાવ સરળ અને આનંદપ્રદ બની રહે એ માટેની રચના કરવામાં આવી છે. શું તમે એક મલ્ટી ટાસ્કિંગ મોમ કે ઉત્સાહી વર્કિંગ વુમન છો...? કે પછી એક સાથે ઘણું બધું મેનેજ કરતી ગૃહિણી છો...? આપની સંપત્તિને વધુ સમૃદ્ધ બનાવવા ઈન્વેસ્ટમેન્ટ સમજો. ફાયનાન્સિયલ ધ્યેય સેટ કરી અને સુરક્ષિત ભવિષ્ય બનાવો. તમારા જીવનને સુદૃઢ બનાવવા બજેટિંગ અને પ્લાનિંગમાં માસ્ટર બનો. બચત માટેના અવનવા રસ્તાઓ શોધો, તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ વગર તમારા ફાઈનાન્સિયલ સફરને તમારા સપના જેવી જ મધુર બનાવવા વર્કશોપમાં જોડાવા અનુરોધ કરાયો છે.

આ વર્કશોપમાં જોડાવા રજીસ્ટ્રેશન માટે (મો. ૬૩પ૭૩ ૮૬૯૦૪) અથવા (મો. ૮૮૬૧૪ ૭૦૩૯૬) ઉપર ફોન કે મેસેજ કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh