Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતનગરમાં વૃદ્ધને મોટર ઠોકર મારી નાસી ગઈઃ
જામનગર તા.૨૯ : જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ઠેબા ગામ પાસે ગઈકાલે બપોરે બે બાઈકને સામેથી આવતા ડમ્પરે ઠોકર મારતા મૂળ જામરાવલના વતની પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બીજા બાઈકના ચાલકને ગંભીર ઈજા થઈ છે. રણજીતનગરમાં વૃદ્ધને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે. ત્રણ સપ્તાહ પૂર્વે શાપર પાટીયા પાસે મોટરે અકસ્માત સર્જતા એક શ્રમિક ઘવાયો હતો.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા ગામ નજીક આઈઓસી કંપનીના પંપ પાસેથી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે મૂળ કલ્યાણપુર તાલુકા ના જામરાવલના વતની સુકાભાઈ ઘેલાભાઈ ગામી નામના પ્રૌઢ જીજે-૧૦-ડીડી ૩૮૦૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે તેમની પાછળ જીજે-૧૦-ડીપી ૮૭૭૪ નંબરનું બાઈક આવી રહ્યું હતું.
આગળ જઈ રહેલા સુકાભાઈના બાઈક સાથે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૩-એડબલ્યુ ૪૮૯૭ નંબરનું ડમ્પર ટકરાઈ પડ્યું હતું અને તે ટેન્કરે પાછળ આવતા ૮૭૭૪ નંબરના બાઈકને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં સુકાભાઈ પોતાના બાઈક સાથે ડમ્પરના આગળના પૈડાં હેઠળ ચગદાઈ ગયા હતા. તેઓનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ૮૭૭૪ નંબરના બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ૧૦૮ ધસી ગઈ હતી. જેમાં ઈજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકના પુત્ર અને હાલમાં કાલાવડ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે ભરડીયામાં રહેતા દેવાભાઈ ગામી સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત નગરમાં જૂના હુડકામાં રહેતા ઈન્દ્રનંદ જેઠાનંદ ભાગચંદાણી (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ સોમવારે સાંજે રણજીતનગરમાં જે લાઈન કવાર્ટર પાસેથી જતા હતા ત્યારે એક અજાણી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી. ઈજા પામેલા ઈન્દ્રનંદને સારવારમાં ખસેડાયા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર શાપર ગામના વાડી વિસ્તારમાં ભીખાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની ઢોકરીભાઈ નાનૈયાભાઈ મુવેલ ગઈ તા.૩ની સાંજે શાપર પાટીયા પાસેથી ખેતર તરફ જતા હતા ત્યારે જીજે-૩૭-જે ૬૧૨૧ નંબરની મોટરે તેઓને ટક્કર મારી હતી. પગ ભાંગી જતાં ઢોકરીભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial