Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સતત સંપર્કમાં: મોદી
નવી દિલ્હી તા. ર૯: પ્રયાગરાજમાં નાસભાગની દુર્ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સતત સંપર્કમાં હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી છે.
મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'એક્સ' પર પોસ્ટ શેર કરતા આ ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મહત્ત્વનું છે કે નાસભાગમાં ૧૦ થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર છે, જો કે હાલ સ્થિતિ નિયંત્રિત છે.
મોદીએ 'એક્સ' પર પોસ્ટ મૂકી છે કે પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના આ સાથે હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરૃ છુ. સ્થાનિક વહીવટી તંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial