Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશો છોડવાની આદત અથવા અન્ય બાબતનું લાગ્યું માઠું:
જામનગર તા.૨૯: લાલપુરના ખટીયા ગામમાં રહેતા એક કોળી યુવાને ગઈકાલે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. તેમના સંબંધીના નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ આ યુવાનને દારૃનો નશો ન કરવા તેમના પત્ની સમજાવતા હોવાનું કારણ અથવા અન્ય કોઈ કારણથી માઠંુ લાગી આવતા તેઓએ આ પગલું ભર્યું છે. પોલીસે તપાસ શરૃ કરી છે.
લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા (ઉ.વ.૩૬) નામના કોળી યુવાનને ક્યારેક દારૃ પીવાની આદત વળગી હતી. તે આદત છોડી દેવા માટે તેમના પત્ની અવારનવાર કહેતા હતા.
તે દરમિયાન ગઈકાલે બપોરે પ્રવીણભાઈએ પોતાના રહેણાંક મકાનમાં એક ઓરડાની છતમાં રહેલા પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પ્રવીણભાઈને નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને વાકેફ કરાઈ હતી. દોડી આવેલા જમાદાર કે.જે. જાડેજાએ મૃતદેહને પીએમ માટે ખસેડી સંજયભાઈ કરશનભાઈ આરઠીયાનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ દારૃ મૂકી દેવાની પત્નીની સલાહનું અથવા અન્ય કોઈ વાતનું મનમાં લાગી આવતા પ્રવીણભાઈએ આ પગલું ભરી લીધુ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial