Advertisement
Author: નોબત સમાચાર

પોતાનું મકાન વાપરવા આપ્યા પછી એડવોકેટને મકાન ભૂલી જવા ધમકી

વિનાયક પાર્કમાં રહેતા શખ્સે દાદાગીરી આચરીઃ

જામનગર તા.૨૯ : જામનગરના એક એડવોકેટે પોતાનું મકાન વિનાયક પાર્કમાં રહેતા એક શખ્સને તેના પુત્રના લગ્નમાં વાપરવા આપ્યા પછી તે મકાન પચાવી પાડવાના ઈરાદાથી આ શખ્સે રોડ પર રોકી તે એડવોકેટને ધમકી આપવા ઉપરાંત મકાન પર રહેલા સિક્યુરિટી ગાર્ડને પણ ધમકાવ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરની વંડાફળીમાં શેરી નં.રમાં રહેતા એડવોકેટ મનિષભાઈ ચમનલાલ પંડયાએ નવાગામ ઘેડમાં આનંદ કો.ઓ. સોસાયટીમાં આવેલુ પોતાનું મકાન થોડા વખત પહેલાં વિનાયક પાર્કમાં રહેતા સાજીદ કાસમ ખફીને તેના દીકરાના નિકાહમાં વાપરવા માટે આપ્યું હતું. તે મકાન સાજીદ ખફીએ પરત આપ્યું ન હતું.

તે દરમિયાન ગયા ગુરૃવારે રાત્રે મનિષભાઈ બેડીનાકાથી ટાઉનહોલ તરફ પોતાના સ્કૂટર પર જતા હતા ત્યારે ત્યાં ઉભેલા સાજીદે હાથ બતાવીને તેઓને ઉભા રાખ્યા હતા અને તમે જે મકાન આપ્યું હતું તે પરત આપવાનું નથી, ભૂલી જજો અને તે બાજુ આવતા પણ નહીં તેમ કહ્યું હતું. તેથી મનિષભાઈએ મકાન મારૃ છે તેમ કહેતા સાજીદે ઉશ્કેરાટમાં આવી ગાળો ભાંડી તે મકાને આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત મકાને મનિષભાઈ એ સિક્યુરિટી તરીકે ઈન્દ્રજીત પરમારને રાખ્યો હતો. ત્યાં જઈ સાજીદે તારા શેઠને અહીં ન આવે તેમ કહેજે નહીંતર જોવા જેવી થશે તેવી ધમકી પણ આપતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનિષભાઈએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh