Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર કેન્સર રિસર્ચ ઈન્ડસ્ટ્રી દ્વારા
જામનગર તા. ૨૪: જામનગર કેન્સર રિસર્ચ ઈંસ્ટિટ્યુટ ૩૫ વર્ષ થી કેન્સર અંગે જાગરૃકતા ફેલાવી તેનું વહેલુ નિદાન કરી કેન્સર મુક્ત સમાજ્ની રચના કરવાના ઉદેશ્યથી કાર્યરત છે.
જે બહેનોને કેન્સર થાય અને તેમાં કિમોથેરાપી લેવાથી માથાના વાળ ઉતરી જાય છે બહેનો માટે માથાના વાળ એ એક ઘરેણાં સમાન છે તેમની એક આગવી ઓળખ ઉભી કરે છે વાળ વગર બહેનો સામાજિક પ્રસંગોમાં બીજા કોઈ કામકાજમાં બહાર નીકળવાનું ટાળે છે અને તેને લીધે પછી તેમની ઉપર માનસિક અસર થાય છે. તે દૂર કરવા માટે ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જામનગર કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીઓ માટે તેમની સ્ટ્રેસફુલ લાઇફમાંથી બહાર કાઢવા માટે નો આ નમ્ર પ્રયાસ છે જેમાં કોઇ પણ સ્ત્રી વાળ આપી અને પોતાનો ફાળો નોંધાવી શકે છે. આ વાળની અમે વીગ બનાવીએ છીએ. તેવુ ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન સાવલાએ જણાવેલ છે.
જે કેન્સર કેન્સર ગ્રસ્ત મહિલાના વાળ ઉતરી ગયા હોય અને તેમને વિગની જરૃર હોય તો તેમણે અમારા કોર્ડીનેટર દિશાબેન કુકડીયા ૯૬૩૮૭૩૦૫૨૯ નો કોન્ટેક્ટ કરી તમારું નામ તથા નંબર નોંધાવી દેવા અને એ પછી તમને વીગ માટે બોલાવવામાં આવશે.જેની અંદાજીત કિમત લગભગ રૂ. ૪૦૦૦ થી ઉપરની છે અને તે અમે કેન્સર ગ્રસ્ત સ્ત્રી દર્દીઓને જામનગર કેન્સર રિસર્ચ ઇંસ્ટિટ્યુટ તરફથી ફ્રીમાં આપવામાં આવશે. તેમ સેક્રેટરી ભૂપેશભાઇએ જણાવેલ છે.
જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તરફથી દરેક બહેનોને વિનંતી છે કે જો આપ વાળ ડોનેટ કરવા માંગતા હો પણ યાદ રહે કે ૧૨ ઇંચ થી લાંબા વાળ હોય તો જ વીગ માટે કામ આવે છે અમારા કોર્ડીનેટર ચંદ્રિકાબેન દુધૈયા ૭૦૧૬૫૪૭૩૯૯ નો સંપર્ક કરવો. આ ઉપરાંત ભૂમિ ચાવડા દ્વીજા બ્યુટી પાર્લર, ૬૨ દિગ્વિજય પ્લોટ જામનગર નો ૮૮૪ ૯૮૯ ૭૫૯૭ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન, નેતલબેન ગજ્જર શ્રિયાન બ્રાઇડલ સ્ટુડિઓ મુરલીધર ૧, ગોકુલનગર જામનગર ૮૫૧૧૮ ૯૧૮૩૫ બપોરે ૧ થી ૩ કલાક દરમિયાન, રીતલ અશોક ટાંક યામી બ્યુટી પાર્લર ૨ રજપૂત પરા, લીમડા લાઇન ૯૯૭૪૬૫૧૨૨૨, ખ્યાતીબેન લાડવા નીખાર સ્કિન એડ બ્યુટી કેર, ૭૯/૯ રોયાલ પુષ્પ પાર્ક, આરમ વાડી રોડ નમ્બર ૨, રાજ ચેમ્બરની સામે ૯૪૨૮૨૬૯૮૩૯ પર સવારે ૧૧ થી ૭ કલાક દરમિયાન, અલ્પા સીનરોજા વીનસ બ્યુટી કેર, પટેલ પાર્ક ૮, રણજીતસાગર રોડ ૯૯૦૪૩૬૩૬૩૭, ૭૯૮૪૯૩૩૩૧૨ પર સમ્પર્ક કરી વાળ ડોનેટ કરવા માટે એપોઇન્ટમેન્ટ લઈ અને તેમને ફ્રી માં વાળ કાપી આપવામાં આવશે.
બધા બ્યુટી પાર્લર તથા બ્યૂટીશીયનને સંસ્થાના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરીયા તથા હોદેદારો દ્વારા તેમની પાસે જે કોઈ વાળ ઉતારવા માટે આવતા હોય તેમને આ વિશે સમજાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial