Advertisement
Author: નોબત સમાચાર

ગૌમાતાને શારીરિક ઈજા પહોંચાડવાના કિસ્સામાં કડક પગલાં લેવા રજૂઆત

બસપાના કોર્પોરેટર દ્વારા

જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના ઢોર પકડવાના વિભાગ દ્વારા એક ગૌમાતાને પકડતી વખતે દોરડાં ગાયના શીંગળામાં નાખતા ગાયનું શીંગળુ તૂટી ગયું હતું અને ગૌમાતાને શારીરિક ઈજા થવાથી લોહીલુહાણ થઈ ગઈ હતી.

આ સમયે એનીમલ એમ્બ્યુલન્સ બોલાવી ગૌમાતાની સારવાર કરાવવાના બદલે મનપાના કર્મચારીઓ ભાગી ગયા હતાં. નવાઈની વાત તો એ છે કે, આ સમયે પોલીસ કર્મીઓ પણ હાજર હતાં. ગૌમાતાને ઈજા પહોંચાડનાર કર્મચારીઓ વિરૃદ્ધ ફોજદારી ગુન્હો નોંધી સસ્પેન્ડ કરી કડકમાં કડક પગલા લેવા વોર્ડ નં. ૬ ના બસપાના કોર્પોરેટર રાહુલભાઈ આહિરે રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh