Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં શ્રમિકના રહેણાંકમાં હાથફેરો સોનાના દાગીના-રોકડ ચોરાઈ ગયા

કુલ રૂ.૧,૨૧,૫૦૦ની મત્તા તફડાવાઈ ગઈઃ

જામનગર તા.૨૯: જામનગરના દરેડ જીઆઈડીસી પાસે એફસીઆઈના ગોડાઉન પાછળ એક કારખાનામાં વસવાટ કરતા શ્રમિકના રહેણાંકમાં સપ્તાહ પહેલાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી સોનાના બે તોલાના દાગીના અને રૂ.૧૫૦૦ રોકડાની ચોરી કરી લીધાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.

જામનગરના દરેડ જીઆઈડીસી પાસે આવેલા એફસીઆઈના ગોડાઉન પાછળ શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં વસવાટ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના નીતેશ હરીસંગ જાડેજા નામના આસામીએ પોતાના રહેણાંકમાં ચોરી થયાની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેના રહેણાંકમાં ગઈ તા.૨૦ની સવારે દસ વાગ્યા પહેલાં કોઈ શખ્સ ઘૂસી ગયો હતો. આ શખ્સે તેના રહેણાંકમાં રાખવામાં આવેલી સેટી ખોલી નાખી તેમાંથી લોખંડની પેટી કાઢી તેમાં રાખવામાં આવેલુ પર્સ ખોલી લીધુ હતું.

તે પર્સમાં નીતેશભાઈએ રાખેલા સોનાના અંદાજે બે તોલા વજનના દાગીના અને રૂ.૧પ૦૦ રોકડા તફડાવી લીધા હતા. નીતેશ હરીસંગે કુલ રૂ.૧,૨૧,૫૦૦ની મત્તાની ચોરી થયાનું પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh