Advertisement
Author: નોબત સમાચાર

મોજપ પાસે મુસાફર ભરેલી રિક્ષા ગોથું મારી ગઈઃ એક મુસાફરનું મૃત્યુ

અન્ય છ મુસાફરને નાની મોટી ઈજાઃ

જામનગર તા.૨૯ : ઓખા મંડળના આરંભડા નજીક મોજપ ગામ પાસે શનિવારે એક રિક્ષા ડિવાઈડર સાથે ટકરાઈને ગોથું મારી ગઈ હતી. અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને છને ઈજા થઈ છે. રિક્ષા ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામ નજીક ગૌશાળા પાસેથી શનિવારે જીજે-૧૮-એએકસ ૬૩૨૫ નંબરની એક રિક્ષા પસાર થતી હતી ત્યારે કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર જઈ આ રિક્ષા ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી.

ગોથું મારી ગયેલી આ રિક્ષામાં જઈ રહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વતની નરેન્દ્ર જુવાનસિંહ ડાભી સહિતના છ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જ્યારે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામના ગિરીશભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૨૬) નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતા મીઠાપુર પોલીસનો કાફલો દોડી ગયો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી પિયુષ ડાભી નામના મુસાફરની ફરિયાદ પરથી રિક્ષા ચાલક ઈસ્માઈલ નામના શખ્સ સામે ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh