Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખો રૃપિયાનો કરિયાવરઃ ૧૧મો સમૂહ લગ્નોત્સવઃ ૧૦ હજાર મહેમાનઃ
ધ્રોલ તા. ૨૯: ૧૧માં સમૂહલગ્નમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીના આયોજન હેઠળ ધ્રોલમાં આહિર સમાજ રવિવારે વસંતપંચમીએ ૩૪ દીકરીને સાસરે વળાવશે. મુરલીધર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી રવિવારે ૧૧ સમૂહલગ્ન મહોત્સવમાં કન્યાદાનમાં લાખોનો કરિયાવર અપાશે. જેમાં ૧૦ હજાર મહેમાનો યુગલોને આશીવર્ચન પાઠવશે.
ધ્રોલ આહિર સમાજના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસંતપંચીમાં પવિત્ર અવસરે આગામી તા.૨/૨/૨૦૨૫ ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ વખતે સમૂહલગ્નમાં ૩૪ દીકરોઓ પ્રભુતામાં પગલા પાડશે અને આહિર સમાજ દ્વારા ૩૪ દીકરીઓને એક એક લાખ રૃપિયા જેટલું કન્યાદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કબાટ, સેટી, ટિપાઈ, સહિતની ચીજ વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવશે. ધ્રોલના ખારવા ગામે હમાપર રોડ પર આવેલ આહિર સમાજની વાડીમાં છેલ્લા ધણાં સમયથી આ સમૂહલગ્નના આયોજન માટે આહિર સમાજના આગેવાનો, દાતાઓ, યુવાનો જહેમત ઉઠાવી રહૃાા છે ત્યારે વસંત પંચમીના પવિત્ર અવસરે આ સમૂહલગ્ન વિધિના આચાર્ય પદે નયનકુમાર ભટ્ટ બીરાજશે.
તા. ૨-૨-૨૦૨૫ ને રવિવારે મંડપરોપણ સવારે ૬/૦૦ કલાકે, જાન આગામન સવારે ૬:૩૦ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦:૩૦ કલાકે આહિર સમાજના આગેવાનો વગેરેની વિશેષ ઉપસ્થિતમાં ૩૪ નવંદપતીઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન સંસારમાં જોડાશે.
આ સમૂહલગ્નમાં આહિર સમાજના રાજકીય આગેવાનો, આજીવન દાતાઓ, ધારાસભ્ય સહીતના મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોય લગભગ ૧૦ હજાર જેટલો માનવ મહેરામણ ઉમટી પડવાની અપેક્ષાએ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વસંત પંચમીના દિવસે ધામધુમપૂર્વક આ લગ્નોત્સવનનું ભવ્ય આયોજન નવદંપતીઓના સત્કાર સમારંભનું પણ સવારે ૧૧/૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આહિર સમાજના વડીલો, આગેવાનો નવદંપતીઓને આર્શિવાદ આપશે અને ૧૨:૩૦ કલાકે ભવ્ય સમૂહલગ્નના મહાપ્રસાદનું દાતા કાનજીભાઈ મુળુભાઈ મકવાણા ગામ નેસડા હાલ સુરત દ્વારા કરવામાં આવી રહયુ છે. ૧૧ સમૂહલગ્નમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યુ છે.
ધ્રોલના આંગણે આ સમુહ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ લૈયા, ઉ.પ. પ્રમુખ કનુભાઈ ગોવિંદભાઈ મકવાણા, નરસંગભાઈ હીરાભાઈ જાટીયા, હસમુખભાઈ રાયમલભાઈ શિયાર, મહેશભાઈ નાગદાનભાઈ બરારીયા, કેશુભાઈ જેસંગભાઈ ખીમાણીયા, અશોકભાઈ જેસંગભાઈ કાનગડ, લખનભાઈ પાંચાભાઈ ડાંગર, નારણભાઈ બીજલભાઈ મકવાણા, જશુભાઈ અરજણભાઈ શિયાર, કાળુભાઈ ઘેલાભાઈ ડાંગર હરીભાઈ કેશુભાઈ ખીમાણીયા, રમેશભાઈ હિરાભાઈ ડાંગર વગેરે ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial