Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાયાઃ શ્રમિકની હાલત ગંભીર જણાઈઃ ટોળુ એકત્રઃ
જામનગર તા.૨૯ : જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં મતવા શેરી પહેલાં આવેલા એક મકાનમાં ચાલી રહેલા બાંધકામ વેળાએ છતનો કેટલોક ભાગ તૂટીને બાજુના નળીયાવાળા મકાન પર પડતા તે મકાનમાં પોતાના રસોડામાં ચા બનાવી રહેલા એક મહિલા તથા કાટમાળ સાથે તેઓના મકાનમાં ખાબકેલા શ્રમિકને ગંભીર ઈજા થઈ છે.
જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલા ભંભાવાડ નજીક ઢાળીયા પાસે મતવા શેરી પહેલાં આવેલા બાગે ફાતમા નામના મકાનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. આ મકાનની બાજુમાં આવેલા એક અન્ય મકાનમાં છત બાંધવાનંુ કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે.
તે બાંધકામના સ્થળે આજે સવારે એક કડિયા શ્રમિક સેન્ટીંગ કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ રીતે છતનો તે ભાગ દીવાલ સાથે ધડાકાભેર ધરાશાયી થયો હતો અને તે ભાગ બાજુમાં જ આવેલા મેમુદાબેન હનીફભાઈ પીઠડીયા નામના મહિલાના નળીયાવાળા મકાન પર ધસી પડતા રસોડામાં ચા બનાવી રહેલા મેમુદાબેન હેબતાયા હતા અને તેઓ કંઈ વિચારે તે પહેલાં તેમના પર છતનો કાટમાળ અને તેની સાથે જ ત્યાં કામ કરી રહેલો શ્રમિક પણ પટકાઈ પડ્યો હતો.
કાટમાળ પડવાથી મેમુદાબેન અને કાટમાળની સાથે પડવાથી શ્રમિક ઘવાયો હતો. ધડાકો સાંભળી ત્યાંના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તબીબોએ બંને ઈજાગ્રસ્તની સારવાર શરૃ કરી હતી. જેમાં કડિયા શ્રમિકની હાલત ગંભીર જણાઈ રહી છે.
છત પડતા બે વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ લાકડીયા તારની માફક ફરી વળતા આ વિસ્તારમાં ટોળુ એકઠું થઈ ગયું હતું. એક મકાનની બાજુમાં આવેલા બીજા મકાનમાં ચાલી રહેલા સમારકામમાં ઉપરોક્ત દુર્ઘટના સર્જાતા ત્યાં કામ કરતો શ્રમિક અને બાજુના મકાનમાં રહેતા મહિલા ઘવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial