Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૧૯૮૬માં હરિદ્વારમાં ર૦૦, વર્ષ-ર૦૦૩માં નાસિકમાં ૩૯, વર્ષ-ર૦૧૦માં હરિદ્વારમાં ૭ ના મોત થયા હતાં
પ્રયાગરાજ તા. ૨૯: મહાકુંભમાં આજે અમાસના દિવસે ત્રીજું શાહી સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ગઈકાલ મોડી રાત્રે નાસભાગ થઈ હતી. જેમાં અનેક લોકો કચડાયા હોવાના અહેવાલો છે. કુંભના મેળામાં નાસભાગ, અફરાતફરીના બનાવો અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે. ગઈકાલે સર્જાયેલી નાસભાગને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદીએ બે કલાકમાં ત્રણ વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કામગીરી કરવા નિર્દેશ આપ્યો છે. યોગી આદિત્યનાથે પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
૧૯૫૪: આઝાદી બાદ પ્રથમ વખત ૧૯૫૪માં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થયું હતું. તે દરમિયાન ૩ ફેબ્રુઆરી, ૧૯૫૪માં પ્રયાગરાજમાં મૌની અમાસના પાવન અવસરે પવિત્ર સ્નાન કરવા ઉમટી પડેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. જેમાં આશરે ૮૦૦ લોકો નદીમાં ડૂબી તથા કચડાઈને મૃત્યુ પામ્યા હતા.
૧૯૮૬: આ વર્ષે કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. તે દરમિયાન ૧૪ એપ્રિલ, ૧૯૮૬ના મેળામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. જેથી શ્રદ્ધાળુઓને તટ પર જતાં અટકાવતાં ભીડ બેકાબૂ થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં ૨૦૦ લોકોના મોત થયા હતા.
૨૦૦૩: ૧૯૮૬ની નાસભાગની ઘટના બાદ લાંબા સમય સુધી કુંભ મેળાનું સફળતાપૂર્વક આયોજન થતું રહૃાું. ક્રાઉડ મેનેજમેન્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ૨૦૦૩માં નાસિક કુંભમાં ફરી આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં અચાનક નાસભાગ થતાં ૩૯ તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
૨૦૧૦: હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં ૧૪ એપ્રિલ, ૨૦૧૦ના શાહી સ્નાનમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે બોલાચાલી થતાં નાસભાગ મચી હતી.
૨૦૧૩: પ્રયાગરાજ કુંભમાં મેળામાં નહીં પરંતુ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના બની હતી. જેમાં ૪૨ લોકોના મોત થયા હતા. અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એક ફૂટબ્રિજ પર રેલિંગ પડતાં નાસભાગ મચી હતી. ભારે ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી હતી. જેમાં ૨૯ મહિલાઓ, ૧૨ પુરૃષ, અને એક આઠ વર્ષની બાળકી મૃત્યુ પામી હતી. ૪૫થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા.
૨૦૨૫: હાલ પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષ ૫છી આવેલા મહાકુંભમાં ગઈકાલે અચાનક નાસભાગ મચી હતી. જેમાં ૨૦ લોકોના મૃત્યુની આશંકા છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે, 'તમે જ્યાં છો, ત્યાં જ ઘાટ પર સ્નાન કરો. સંગમ ઘાટ પર જવાનો આગ્રહ રાખશો નહીં. તમે પ્રશાસનના નિર્દેશોનું પાલન કરો, અને વ્યવસ્થા જાળવી રાખો. હાલ, સંગમના તમામ ઘાટ પર શાંતિપૂર્વક સ્નાન થઈ રહૃાું છે. અફવાઓ પર ધ્યાન ન આપો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial