Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી

જામનગર તા. ર૯: જામનગરમાં ગત્ રવિવાર અને સોમવારે લઘુતમ તાપમાન ૧ર.પ ડીગ્રી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, પરંતુ ત્યારપછી તાપમાનમાં વધારો થયો છે. ગત્ બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪.પ ડીગ્રી અને ત્રણ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૮ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં થઈ રહેલા વધારા અને પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં પણ ઘટાડો થયો છે.સાંજે અનુભવાતી કડકડતી ઠંડીનું સ્થાન હવે ગુલાબી ઠંડીએ લઈ લીધું છે. દિવસમાં મોટેભાગે સૂર્યપ્રકાશ રહેતા બપોરે હવે ગરમી પણ અનુભવાઈ રહી છે. ઠંડીનું જોર ઘટી જતા પ્રજાજનો રાહત અનુભવી રહ્યા છે. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં ૬ ટકા વધીને ૮૧ ટકા રહ્યું હતું. આજે સવારે થયેલા ઝાકળવર્ષાથી વાહનો ભીના થઈ ગયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh