Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે રૂ.૩ લાખનો દંડ ભરવા પણ કર્યાે હતો હુકમઃ
જામનગર તા.૨૯ : જામનગરના એક આસામીને રૂ.દોઢ લાખનો એક એવા બે ચેક પરતના કેસમાં અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં સેશન્સ કોર્ટે નીચેની અદાલતનો હુકમ યથાવત રાખી ખર્ચ ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરમાં રહેતા અને મોડ કૃપા એન્ટરપ્રાઈઝ નામથી નાણા ધિરધારનો વ્યવસાય કરતા કનકસિંહ હેમંતસિંહ જાડેજા પાસેથી મિલન નરેન્દ્રભાઈ પાટલીયાએ તા.૨૦-૬-૧૭ના રૂ.૩ લાખ હાથઉછીના મેળવ્યા હતા.
તે રકમની પરત ચૂકવણી માટે મિલને બે ચેક આપ્યા હતા તે ચેક પરત ફરતા કનકસિંહે નોટીસ પાઠવ્યા પછી મિલન સામે અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદીએ આવી રકમ ઈન્કમટેક્સ સમક્ષ જણાવી નથી અને તેઓ જ્યારે ફરિયાદીને ત્યાં નોકરી કરતા હતા ત્યારે સિક્યુરિટીમાં ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાં નાખી પરત મેળવાયા છે. તેની સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને કેસમાં આરોપી મિલન પાટલીયાને તક્સીરવાન ઠરાવી બંને કેસમાં એક-એક વર્ષની કેદ અને કુલ રૂ.૩ લાખની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારાઈ હતી.
આ હુકમ સામે આરોપી મિલન પાટલીયાએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલો ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યોગ્ય ઠરાવી ૧પ દિવસમાં આરોપીને સરેન્ડર કરવા હુકમ કર્યાે છે અને અપીલના ખર્ચની રૂ.૩ હજારની રકમ પણ ચૂકવી આપવા આદેશ કર્યાે છે. અપીલમાં ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી, મનોજ બગડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial