Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ કહેવાતા ક્લિનિકમાંથી સામાન કબજે કર્યાે:
જામનગર તા.૨૯ : લાલપુરના કાનાલુસ પાસે આવેલી પતરા કોલોનીમાં પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી અજાણ લોકોની જિંદગી સાથે રમત રમતા મૂળ પશ્ચિમ બંગાળના એક શખ્સને એસઓજીએ દબોચી લઈ તેની સામે અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય આચરવા અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને દવા સહિત સામાન કબજે કર્યાે છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામ પાસે આવેલી ખાનગી કંપનીની આઠ નંબરની લેબર કોલોનીના સામેના ભાગમાં ઉભી થયેલી પતરા કોલોનીમાં ડિગ્રી વગરના એક ડોક્ટર ધમધોકાર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી એસઓજીના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ તથા તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ ગઈકાલે બપોરે એસઓજી ટીમે ત્યાં ચકાસણી કરી હતી.
ત્યાંથી મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના ગોવિંદનગર મદનીપુરનો રહેવાસી અને હાલમાં કાનાલુસમાં વસવાટ કરતો ક્રિષ્ના સીરીઝ દેવુરી નામનો શખ્સ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો.
આ શખ્સ પાસે તેની ડિગ્રી જોવા મંગાતા તેની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવાનું ખૂલ્યંુ હતું. એસઓજીએ તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, સ્ટેથોસ્કોપ સહિતનો સામાન કબજે કરી તેની સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial