Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટી.બી. મુકત ભારતનો નાદઃ જાગૃતિનું સાહિત્ય પ્રદર્શિત કરાયુ
'ઇટ્રા' દ્વારા ભારત સરકારના ૧૦૦ દિવસ ટી.બી.નાબૂદીના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા. ૨૫ જાન્યુઆરીના સંસ્થાના વિદ્યાર્થીઓ-તબિબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદી માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇટ્રાના ધન્વન્તરિ મંદિરથી શપથ ૫છી રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી. આજે સવારે આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી, નાયબ નિયામક ડો. જોબન મોઢા, ડિન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial