Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સોલાર પેનલમાં કોઈ રીતે ભભૂકી આગઃ વિસ્તારમાં મચી નાસભાગ

ધડાકા સાથે પેનલના પતરા ઉડ્યાઃ

ખંભાળિયા તા.ર૯ : ખંભાળિયા સ્થિત રામનાથ સોસાયટી પાસે મુખ્ય રસ્તા પર આવેલા એક મકાનના બીજા માળે ગઈકાલે સોલાર પેનલમાં ધડાકા સાથે આગ લાગી હતી. દોડી ગયેલા ફાયરબ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે રૂ.દોઢેક લાખનું નુકસાન થયું છે. એક તબક્કે તે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.

ખંભાળિયાની રામનાથ સોસાયટી પાસે આવેલા ગરબી ચોકમાં ભરતભાઈ ચંદુભાઈ પંચમતીયા નામના આસામીના મકાનના બીજા માળ પર મુકવામાં આવેલી સોલાર પેનલમાં ગઈકાલે કોઈ કારણથી આગ ભભૂકી ઉઠી હતી.

આગની જ્વાળાઓ વચ્ચે તે પેનલમાંથી પતરાઓ ઉડતા આ વિસ્તારમાં નાસભાગ મચી હતી. ત્યાં જ વસવાટ કરતા 'નોબત'ના પ્રતિનિધિ હિતેન્દ્ર આચાર્ય તેમજ અન્ય નાગરિક સંજયભાઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે મારતે ઘોડે ફાયરના જવાનો ધસી ગયા હતા.

શરૃ કરવામાં આવેલી અગ્નિશમન કાર્યવાહીમાં આગ કાબુમાં આવી તે દરમિયાન અંદાજે દોઢેક લાખ રૃપિયાનું નુકસાન સર્જાઈ ગયું હતું. મુખ્ય રસ્તા પર આવેલા મકાનના બીજા માળે આગની જ્વાળાઓ જોવા મળતા ટોળુ એકઠું થઈ ગયું હતું. સોલાર પેનલમાં અથવા જનરેટર ફીટ કરતી વખતે સ્પાર્ક થતાં આગ લાગ્યાનું અનુમાન થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh