Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મકાનમાંથી મળી દારૂની ૪૨૫ બોટલઃ આરોપીની શોધખોળ

અલીયા પાસે બિનવારસુ મોટરમાંથી મળ્યો ૬૯૦ લીટર દેશી દારૃઃ માલિક-ચાલકની શોધઃ

જામનગર તા.૨૯ : જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી એક શેરી સ્થિત મકાનમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડતા એક શખ્સે ભાડે રાખેલા મકાનમાંથી જુદી જુદી બ્રાંડનો ૪૨૫ બોટલ દારૃ મળી  આવ્યો હતો. દરોડા પહેલાં નાસી ગયેલા આરોપીના સગડ દબાવાઈ રહાા છે. જ્યારે અલીયા ગામ પાસે એક ખેતર નજીક બિનવારસુ પડેલી મોટરમાંથી પોલીસે ૬૯૦ લીટર દેશી દારૃ કબજે કર્યાે છે. તે મોટરમાંથી મળેલા આધાર કાર્ડ અને મોટરના રજીસ્ટ્રેશન નંબર પરથી પોલીસે તપાસ આગળ ધપાવી છે.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી માધાણી શેરીમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૃનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, સુમિત શિયાર, ઘનશ્યામ ડેરવાડીયાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ગઈકાલે બપોરે માધાણી શેરીમાં મંદિર સામે આવેલા હીરેન પ્રાણલાલ વસાણી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૪૨૫ બોટલ  મળી આવી હતી. ભાડાના મકાનમાં આ શખસે દારૃ ઉતાર્યાે હતો અને દરોડા પહેલાં નાસી ગયો હતો. એલસીબીના બી.એન. ડાંગરે ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને રૂ.૫૩,૬૬૦નો દારૃનો જથ્થો કબજે કર્યાે છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા અલીયા ગામની સીમમાં એક ખેતર પાસે ક્રેટા મોટર બિનવારસુ પડી હોવાની બાતમી મળતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. ત્યાંથી જીજે-૧૨-બીએ ૭૭૪૧ નંબરની ક્રેટા મોટર મળી આવી હતી.

તે મોટર ખોલીને પોલીસે ચેક કરતા તેમાંથી પ્લાસ્ટિકનું બાચકુ નીકળી પડ્યું હતું. જેમાંથી ૬૯૦ લીટર દેશી દારૃ નીકળ્યો હતો. પોલીસે રૂ.૭ લાખની મોટર, એક આધાર કાર્ડ તેમજ મોટરની રજીસ્ટ્રેશન બુક અને રૂ.૧ લાખ ૩૮ હજારનો દારૃનો જથ્થો કબજે કર્યાે છે. મોટરના રજીસ્ટ્રેશન નંબર પરથી તેના માલિક તથા ચાલક અને આધારકાર્ડ પરથી તેની શોધ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh