Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સળગતો ફટાકડો પડતા આગ લાગ્યાનું અનુમાનઃ
જામનગર તા.ર૯ : દ્વારકા શહેરમાં આવેલા સર્કીટ હાઉસ ના બગીચામાં રવિવારે સવારે આગ ભભૂકી હતી. તેને કાબુમાં લેવામાં આવી તે પહેલાં બગીચાને ખાસ્સુ નુકસાન થયું હતું. નજીકમાં લગ્ન પ્રસંગમાં ફોડવામાં આવી રહેલા ફટાકડાના કારણે આગ ભભૂકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બગીચો આગના કારણે વેરાન બની ગયો હતો.
દ્વારકા શહેરમાં દરિયાકાંઠે આવેલા સરકારી ગેસ્ટ હાઉસ (સર્કીટ હાઉસ)ના પટાંગણમાં આવેલા બગીચામાં રવિવારે કોઈ રીતે આગ ભભૂકી હતી. તેની જાણ થતાં દ્વારકા નગર પાલિકાનો ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો.
ફાયરના જવાનોએ શરૃ કરેલી અગ્નિશમન કાર્યવાહીમાં મહામહેનતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. તેમ છતાં બગીચો વેરાન બની ગયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ સર્કીટ હાઉસ પાસે એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. તેમાં ફોડવામાં આવી રહેલા ફટાકડામાંથી ઉડીને સળગતો ફટાકડો બગીચામાં પડતા આગ ભભૂકી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial