Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોપીંગ સેન્ટરની હરાજીથી રૂ. પોણા નવ કરોડની આવક થતા
ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં વીસ વર્ષથી વધુ સમયથી ધૂળ ખાતા પડેલા શોપીંગ સેન્ટરની માત્ર બાર દુકાનોની હરાજીમાં વેચાણ કરીને પોણા નવ કરોડની જંગી રકમ મળતા ખંભાળિયા પાલિકામાં ત્રણ માસથી પગાર ન મળ્યો હોય વીજળીના બીલ, સ્ટ્રીટ લાઈટ, વોટર વર્કસના ચડી ગયા હોય, પેન્શનરોના જી.પી.એફ. ગ્રેજ્યુટીની રકમ દેવાની હોય ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા આયોજન થયું છે.
પાલિકાની હરાજીની રકમ થોડા સમયમાં આવનાર હોય તે રકમમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીની ગ્રેજયુટી તથા પી.એફ.ની રકમ, પી.જી.વી.સી.એલ.ના બાકી બીલ, કર્મચારીઓના પગાર ચૂકવવા તથા બાકી રકમ બેલેન્સ તરીકે રાખીને કર્મચારીઓના પગાર તથા પેન્શન નિયમિત થાય તે માટેનું આયોજન હાથ ધર્યું હતું. રકમ આવે તે પહેલા રોજમદાર અને ફિકસ પગાર કર્મીઓને પગાર ચૂકવવા આયોજન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial