Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની રાષ્ટ્રવાદી મહિલા સંસ્થા સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ

રાજયપાલ એવોર્ડ વિજેતા મહિલા ડોકટર-પૂર્વ વિદ્યાર્થિનીના હસ્તે ધ્વજવંદન કરાવાયું

જામનગર જિલ્લાની સુપ્રસિદ્ધ, ગાંધી વિચારધારાને વરેલી, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રંભાબેન ગણાત્રા (પૂ.રંભાફૈબા) સંસ્થાપિત રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉધોગશાળામાં સ્વતંત્ર ભારતના ૭૬ માં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ, શાનદાર, ઉજવણી કરવામાં આવી હતી. કુ. પૂર્વાબેન નકુમ આ સંસ્થામાં વર્ષ ૨૦૧૧ના ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે જેમણે હાલ માં ફિજિયોથેરાપીમાં માસ્ટર કોર્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાત કરી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક મેળવેલ જે બદલ હુન્નરશાળા તરફથી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાંં. તેઓના હસ્તે ધ્વજવંદન થયું હતું.  સંપૂર્ણ ગણવેશમાં સજ્જશ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલયની વિધાર્થિનીઓના વિવિધ વૃન્દોએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વન્દેમાતરમ્નું તાલ સાથે સમૂહગાન કર્યુ હતું અને હોશભેર ઉલ્લાસપૂર્વક કોમીનારા લગાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ધ્વજનિક તરીકે કુ. પૂર્વાબેન પ્રદીપભાઈ નકુમે પ્રવચનમાં રાષ્ટ્રના વિકાસ માટે એકતા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા હાકલ કરી હતી. ધ્વજરક્ષક, ધ્વજનિક રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમ્ના વૃન્દો,અને બાલમંદિર ના બાળકો જે ભારતમાતા,જય જવાન, જય કિસાનને રોકડમાં પુરસ્કાર ઉપરાંત હુન્નરશાળા સંસ્થા તરફથી તેમજ મહેમાનો તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિધાર્થીને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજરક્ષક તરીકે કુ. જરૃ રિદ્ધિબેન હરસુખભાઈએ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. પ્રજાસતાકદિનની રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતા પર્વમાં સંસ્થાના સર્વે મહાનુભાવો સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઇ વર્મા, પાર્થભાઇ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, દુબઈના યુસુફભાઈ જુમાણી તેમજ અશરફભાઈ જુમાણી પરિવાર, પ્રદીપભાઈ નકુમ તેમજ તેમનો પરિવાર , ભગુભાઈ વાંક, ભીખુભાઈ પોપટ, યોગેશભાઇ તન્ના, સુરેશભાઇ રાવલ, મગનભાઇ કાનાણી, અલારખાભાઈ, ધીરૃભાઈ પટેલ, અને શાળા તેમજ બાલમંદિરના દરેક કર્મચારીગણો ઉપસ્થિત રહ્યાં હતા. ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh