Advertisement
Author: નોબત સમાચાર

કોલોની પાસે સેફ્ટીની કુંડી નજીકથી મળી આવ્યું ધૂલ કા ફૂલ

નવજાતને જન્મ આપી ત્યજી દેનાર કઠોર માતાની શોધઃ

જામનગર તા.૨૯ : જામનગરના હાપાની રેલવે કોલોની પાસે સેફ્ટીની એક કુંડી નજીકથી ગઈકાલે બપોરે તાજુ જ જન્મેલુ એક બાળક જીવિત અવસ્થામાં ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું છે. ૧૦૮ મારફત તે બાળકને સારવારમાં ખસેડવામાં આવ્યું છે. પોલીસે આ બાળકના જન્મને છૂપાવવાના ઈરાદાથી કોઈ સ્ત્રીએ તે બાળકને મરવા માટે ત્યાં મૂકી દીધાનું અનુમાન કરી તપાસ આરંભી છે.

જામનગરના હા૫ા નજીક રેલવે કોલોનીમાં જૂના કવાર્ટર પાસે આવેલી સેફ્ટીની કુંડી નજીક ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે એક તાજુ જ જન્મેલુ બાળક પડેલું જોવા મળતા હાપા પાસે યોગેશ્વરધામ રોડ પર વસવાટ કરતા રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાએ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી.

દોડી આવેલી એમ્બ્યુલન્સ સ્ટાફે જીવિત રહેલા તે બાળકને ચકાસ્યા પછી તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યું હતું. તે દરમિયાન આવી પહોંચેલી પોલીસે તે બાળકને આ સ્થળે કોણ ત્યજી ગયું તેની તપાસ શરૃ કરી હતી. આ વિસ્તારમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા. કોઈ અજાણી સ્ત્રીએ આ બાળકને જન્મ આપ્યા પછી અકળ કારણથી તેના જન્મને છૂપાવવાના ઈરાદે નવજાત શિશુને ત્યાં ત્યજી દીધાનું અનુમાન કરવામાં આવ્યું છે. પોલીસે રાજેન્દ્રસિંહનું નિવેદન નોંધી અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધ્યો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબે. પીએસઆઈ એ.આર. પરમારે તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh