Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ુનઃ યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થતા
મુંબઈ તા. ૧૩: યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થતા સોના-ચાંદી ઉપરાંત શેરબજારમાં પણ કડાકો બોલ્યો છે. સવારે જ ૭૦૦ તો નિફટી ૨૦૦ પોઈન્ટ ડાઉન હતો. તો ક્રૂડમાં ભડકો થયો છે.
આજે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા બાદ, ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ ૭૦૦થી વધુ પોઈન્ટ ગગડી ૭૬,૮૫૭ પર, જ્યારે નિફ્ટી ૨૦૦ પોઈન્ટ ઘટી ૨૪,૦૦૦ના સ્તરે પહોંચ્યો. યુએસ-ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વના તણાવને કારણે વૈશ્વિક બજારોમાં નબળાઈ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ૫%નો ઉછાળો આવતા મોંઘવારીનો ભય વધ્યો છે. તે ઉપરાંત સોના-ચાંદીના ભાવોમાં પણ કડાકો બોલ્યો.
આજે વાયદા બજારમાં સોના-ચાંદીની કિંમતો ગગડ્યા બાદ ભારતીય શેરબજાર પણ ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળ્યો છે. અઠવાડિયાના પહેલા જ દિવસે કારોબાર શરૂ થતાં જ રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો ૩૦ શેર્સવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ પોતાના અગાઉના બંધ ૭૭૫૬૯ની સરખામણીએ સીધો ૭૬,૯૬૩ પર ઓપન થયો હતો અને જોતજોતામાં ૭૦૦થી વધુ પોઈન્ટના કડાકા સાથે ૭૬,૮૫૭ પર આવી ગયો હતો. આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના નિફ્ટીની પણ થઈ હતી. નિફટી તેના અગાઉના બંધ ૨૪,૨૦૬થી ઘટીને ૨૪,૦૩૯ પર ખુલ્યો અને તરત જ ૨૦૦ પોઈન્ટનો ગોતો લગાવીને ૨૪૦૦૦ના મનોવૈજ્ઞાનિક સ્તર પર આવી ગયો હતો.
શેરબજારમાં આવેલા આ જબરદસ્ત ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં વધતો તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક બજારો સહમેલા છે. એશિયાઈ બજારોમાં સવારથી જ મોટી નબળાઈ જોવા મળી રહી હતી, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ ૯૦૦થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ ૭% જેટલો બખરી ગયો હતો. ગિફ્ટ નિફ્ટી પણ અગાઉથી જ મોટા ઘટાડાના સંકેત આપી રહૃાો હતો.
યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના પુરવઠા પર અસર પડી છે. પરિણામે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં અચાનક ૫% સુધીનો મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રુડ પ્રાઈસ ૫% વધીને ૮૦ પ્રતિ બેરલની બિલકુલ નજીક પહોંચી ગયો છે. બીજી તરફ, ડબલ્યુટીઆઈ ક્રુડ ઓઈલ અને મર્બન ક્રૂડના ભાવ પણ ૪%થી વધુની તેજી સાથે ૭૫ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહૃાા છે. કાચા તેલના આ ઉછાળાએ બજારમાં ફરીથી મોંઘવારી વધવાનો ડર પેદા કર્યો છે.
ચાંદી પ્રતિકિલો ૨.૧૭ લાખ તો સોનુ ૧૦ ગ્રામના ૧.૪૧ લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યુ છે, અને બન્નેમાં ઘટાડો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial