Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકાર, યુ.પી. સરકાર અને ટ્રસ્ટને નોટીસો ફટકારાઈઃ સંબંધિત સીસીટીવી સુરક્ષિત રાખવા ફરમાનઃ ત્રણ અરજીઓ પર સુનાવણી
નવી દિલ્હી તા. ૧૩: અયોધ્યાના રામમંદિરમાં ચઢાવાચોરી મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર, યુ.પી. સરકાર અને ટ્રસ્ટને નોટીસો ફટકારી એસઆઈટીનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યા છે, અને આગામી સુનાવણી ૨૦ જુલાઈના રાખી છે.
સુપ્રિમ કોર્ટમાં આજે અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરતી અરજીઓ પર પ્રાથમિક સુનાવણી થઈ હતી. કોર્ટે યુપી, કેન્દ્ર સરકાર અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પાઠવી છે. કેસની તપાસ કરી રહેલી એસઆઈટી પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કેસ સંબંધીત સીસીટીવી સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટે કહૃાું કે રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવે કે તપાસ અધિકારી કોણ છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે યુપી સરકાર સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. આના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે રિપોર્ટમાં એસઆઈટીની રચના અને તેની સંરચનાની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
આ પછી કોર્ટે કેસની આગામી સુનાવણી ૨૦ જુલાઈએ નક્કી કરી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ ૩ અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. અરજીઓમાં તપાસ સીબીઆઈને સોંપવા ઉપરાંત મંદિરમાં દાનના મેનેજમેન્ટ સંબંધિત વિવિધ વિષયોની સમીક્ષા માટે નિષ્ણાત સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ અયોધ્યા પોલીસ કેસમાં ધરપકડ કરાયેલા તમામ ૮ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરશે. તેમના રિમાન્ડ આજે પૂરા થઈ રહૃાા છે. આ દરમિયાન, પોલીસ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયના નજીકના રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને દાનની ગણતરીના પ્રભારી રહેલા સુભાષ શ્રીવાસ્તવની ૭ દિવસની રિમાન્ડ માંગી શકે છે.
આ પહેલા, પોલીસે આરોપી અવિનાશ, અનુકલ્પ, લવકુશ અને કરુણેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી હતી. દાન ચોરીના આરોપીઓને ફૈઝાબાદ જેલમાં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટે ફરમાવ્યુ કે એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનુ જણાવાઈ રહ્યુ છે, તેથી અમે યુપી સરકાર દ્વારા રચાયેલી એસઆઈટીને સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપીએ છીએ. આગળની વિચારણા માટે આ મામલાની આવતા સોમવારે સુનાવણી કરવામાં આવશે.
સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ અરજદારના વકીલે કહૃાું- એસઆઈટી બનાવવામાં આવી છે. કેટલાક ઘટનાક્રમ બન્યા છે. સીસીટીવી ફૂટેજ વગેરે નષ્ટ થઈ શકે છે.
આના પર સીજેઆઈ સૂર્યકાંતે કહૃાું- તમારી ઊર્જા બચાવી રાખો, તમને બહાર પણ તેની જરૂર પડશે.
કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું- અમે રાજ્ય વતી હાજર થઈ રહૃાા છીએ. નોટિસની કદાચ જરૂર ન હોય. અથવા તેને રાજ્યના અધિકારીઓ સુધી જ મર્યાદિત રાખી શકાય છે.
રામ મંદિર ચોરી કેસમાં સુપ્રિમ કોર્ટની સુનાવણી પર અરજદારના વકીલ અજય કુમાર રાયે કહૃાું- હાલ તપાસ સર્કલ ઓફિસર અને રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનના લોકો કરી રહૃાા છે. આવી સ્થિતિમાં મને નથી લાગતું કે તેની તપાસ એસઆઈટી કરી રહી છે. આ ઉપરાંત, એસઆઈટી સાથે કેટલીક કાનૂની ગૂંચવણો પણ જોડાયેલી છે.
પ્રથમ અરજી સુપ્રિમ કોર્ટના વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામીએ કરી છે. આ કેસની સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય મામલાઓની સીએજી (કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) દ્વારા ઓડિટ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. જયારે બીજી અરજી વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવે કરી છે. સમગ્ર કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
ત્રીજી અરજી આરજેડી સાંસદ સુધાકર સિંહે કરી છે. તેમની માંગ છે કે મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય મામલાઓની ફોરેન્સિક ઓડિટ અને સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. પુરાવાઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ અટકાવવા માટે તમામ નાણાકીય રેકોર્ડ્સ - જેમ કે ફિઝિકલ દસ્તાવેજો, ડિજિટલ લેજર, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લોગ અને બેંક સ્ટેટમેન્ટને સુરક્ષિત રાખવામાં આવે.
બીજી તરફ રામમંદિરના કેસના સંદર્ભે નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. રામમંદિરને ભાજપ અને આરએસએસની ઓફિસ ગણાવવા પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને વિશ્વ હિન્દુ પરિષદે 'કોંગ્રેસાચાર્ય' કહીને સંબોધ્યા હોવાના અહેવાલો પછી વિહિપના રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ સિંહે આજે વીડિયો નિવેદન જાહેર કરતા તેમને 'કાલનેમિ' અને 'અવસરવાદી' કહ્યા હોવાના અહેવાલે જબરો વિવાદ જગાવ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે દાવો કર્યો કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની તાજેતરની ટિપ્પણીઓ અયોધ્યા રામ મંદિરમાં ચોરીને સીધી રીતે સ્વીકારવા જેવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે સુપ્રિમ કોર્ટના વર્તમાન જજ પાસેથી કેસની તાત્કાલિક અને સમયમર્યાદામાં તપાસની માંગ કરી છે.
બાબરી મસ્જિદ કેસમાં પૂર્વ પક્ષકાર ઈકબાલ અન્સારીએ કહ્યું કે અયોધ્યાના લોકો ખૂબ ખૂશ છે. મંદિરના કેસમાં જે કંઈ પણ થયું તેમાં સામેલ લોકો જેલમાં છે. લોકો અયોધ્યા આવી રહ્યા છે. દર્શન કરી રહ્યા છે, પૂજા-અર્ચના કરી રહ્યા છે, હનુમાન મંદિરે જઈ રહ્યા છે, સરયૂ નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે, અયોધ્યાના વિકાસ અને અહીં મળી રહેલી રોજગારીની તકો જોઈ રહ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટના વચગાળાના મહાસચિવ કૃષ્ણ મોહનની ટીમ રર જુલાઈ પછી કમાન સંભાળી શકે છે. આ અંગે મંથન ચાલી રહ્યું છે. નવી ટીમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તેવી ચર્ચા થઈ રહી છે. સાકેત ભવનના મહંત આચાર્ય સીતારામ દાસ મહારાજે અયોધ્યા રામ મંદિર મામલે અરવિંદ કેજરીવાલના નિવેદન પર પલટવાર કર્યો, અને કહ્યું, કેજરીવાલ કોઈ ન્યાયિક કે બંધારણીય વ્યક્તિ તો છે નહીં. ન તો તેઓ બંધારણને માનનારા લોકો છે. આ એવા લોકો છે જેમની છીછરી માનસિક્તા છે. સમય-સમય પર તેઓ ચોમાસાના દેડકાની જ ેમ કાલનેમિઓની જેમ રૂપ ધારણ કરવાનું કામ કરે છે. તેમને ન સનાતનમાં આસ્થા છે, ન સનાતન પ્રત્યે પ્રેમ છે અને ન તો રામ જન્મભૂમિ કે રામલલ્લા પ્રત્યે પ્રેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial