Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસના પ્રદર્શનમાં સવા બસ્સો વેપારીઓ જોડાશેઃ
જામનગર તા. ૧૧ઃ મુંબઈની તિજારત રાબેહાહ સેન્ટ્રલ ટીમ તથા જામનગરના દાઉદી વ્હોરા મોટી જમાતના સંયુક્ત ઉપક્રમે સૈફી ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૬ અને ૧૬ જાન્યુઆરી, ર૦ર૩ ના બે દિવસ માટે જામનગરમાં સૌ પ્રથમ વખત સત્ય સાઈ સ્પોર્ટસ્ ગ્રાઉન્ડમાં સૈફી બુરહાની બિઝનેસ એકસ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કદાચ જામનગરના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો એકસ્પો બની રહેશે.
આ એકસ્પોમાં જામનગર, ગુજરાતના અન્ય શહેરો, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તામીલનાડુ, વેસ્ટ બંગાળ, ઉપરાંત, આફ્રિકા, દુબઈ, કુવૈત, યુ.કે. વગેરે દેશોમાંથી સવા બસ્સો જેટલા બિઝનેસમેન-ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ જોડાશે અને વિચારોનું આદાન-પ્રદાન કરશે.
ઈન્ફ્રાસ્ટ્રકચર, મેટલ હાર્ડવેર, બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, બિલ્ડીંગ મટીરીયલ્સ, એજ્યુકેશન, ટેકનોલોજી, ગ્લાસ, ઈન્ટીરીયલ સહિતના અનેક મેન્યુફેકચરીંગ, સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે, ઉપરાંત એકસ્પોમાં વિવિધ બિઝનેસ જેવા કે, થીંગ્સ, બીયોન્ડ એકાઉન્ટસ, વુમન એન્ટરપ્રીનિયોર્સ, ડિજિટલ માર્કેટીંગ, ધ આર્ટ ઓફ પબ્લિક રિલેશનશી, ઈન બિઝનેસ, હાવ ટુ ગ્રો ઈન બિઝનેસ, બીટુબી, બીટુસી ઈવેન્ટ જેવા ૧ર અલગ અલગ બિઝનેસ સેમિનાર નિષ્ણાત સ્પીકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય અને ધાર્મિક આગેવાનો સહિત અનેક લોકોને એકસ્પોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર જામનગરના લોકો તેના લાભ લે તેવા હેતુથી આ એકસ્પો જામનગરમાં યોજાઈ રહ્યો છે. આ એકસ્પોમાં માધ્યમથી જામનગરની જનતાને અનેક પ્રકારની નવી પ્રોડકટ અને ઈનોવેશન આ સૈફી બુરહાની એકસ્પોમાં જોવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag