Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાએ પોલીસને કરી જાણઃ
ભાટિયા તા.૧૧ ઃ ભાટિયામાં માતા-પિતાના ઘેર આંટો મારવા આવેલા એક પરિણીતા ચારેક દિવસ પહેલા પોતાના બે સંતાન સાથે લાપત્તા બની જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં જલારામ આવાસમાં રહેતા મીરાબેન ધીરજલાલ મશરૃના લગ્ન ખંભાળિયામાં ભરતભાઈ કારીયા સાથે કરવામાં આવ્યા પછી આ દંપતીને પુત્ર કનિષ (ઉ.વ.૪) અને પુત્રી દીયા (ઉ.વ.ર)ની પ્રાપ્તિ થઈ હતી.
તે પછી વીસેક દિવસ પહેલા મીરાબેન પોતાના માવતરે ભાટિયા આંટો મારવા માટે આવ્યા હતા. તે પછી ગઈ તા.૬ની બપોરે આ પરિણીતાના માતા મધુબેન રસોઈ કામ કરવા માટે બહાર ગયા તે દરમિયાન મીરાબેન પોતાના બંને સંતાન સાથે ક્યાંક ચાલ્યા ગયા છે. આ મહિલાના ત્રણ મોબાઈલ નંબર પણ હાલમાં બંધ આવે છે. તમામ સંભવિતઃ સ્થાનોએ તપાસ કર્યા પછી માતા મધુબેને પોતાની પુત્રી મીરાબેન બે સંતાન સાથે ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે. પોલીસે તેણીનું વર્ણન, ફોટા મેળવી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag