Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરાયણ પર પતંગબાજીની પરંપરા હવે અમદાવાદ - રાજકોટ પુરતી સીમીત નથી રહી પરીણામે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર આકાશમાં પતંગો છવાયેલા જોવા મળે છે. જામનગરમાં આમ તો પતંગોત્સવ એક દિન નહી પરંતુ મહિનાઓનો ઉત્સવ છે શરદ ઋતુમાં જ નગરમાં પતંગની સીઝન શરૃ થઇ જાય છે પરંતુ હવે મકર સંક્રાંતિ પર પતંગબાજીનો ક્રેઝ વધ્યો હોવાથી ૧૪ જાન્યુઆરીએ લોકો પતંગોત્સવની મિત્રો-પરીવાર સાથે ધમાકેદાર અને 'ધાબાદાર' ઉજવણી કરે છે. આ વખતે પતંગ અને દોરમાં સરેરાશ ૧૦ થી ૧૫% ભાવ વધારો જોવા મળ્યો છે.નવી આઇટમમાં ઓટોમેટીક ફિરકીએ આકર્ષણ જમાવ્યું છે. બ્યૂગલ, લાઇટવાળા ચશ્મા-હેર વિંગ વગેરેની માંગ પણ યથાવત છે.ડેકોરેશન માટેનાં નાનકડાં પતંગોથી લઇ હવામાં ઉડનારા વિરાટકાય પતંગો વિવિધ કિંમતો પર ઉપલબ્ધ છે. ચાઇનીઝ દોર અને તુક્કલ પર પ્રતિબંધ છે અને તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. નાગરિકોને પણ અનુરોધ છે કે ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરે. આપની મજા કોઇ માટે જીવલેણ ન સાબિત થાય એ ધ્યાન રાખજો. વેપારીઓનાં જણાવ્યાનુસાર આ વર્ષે હજી પ્રતિવર્ષ જેવી તેજી જોવા મળી નથી પરંતુ 'છેલ્લા દિવસે' પતંગબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે એવી સૌને આશા છે. અને આ વખતે ઉત્તરાયણ શનિવારે હોવાથી શનિ-રવિની રજાનો લાભ મળવાને કારણે પર્વનાં બીજે દિવસે પણ ઉમંગભેર પતંગબાજી થવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag