Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ સેના દ્વારા ઘોડેસવારો-ઘોડાગાડીઓનું સ્થળ બદલવા કે બંધ કરાવવા માંગણી
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તળાવની પાળે ફરવા જતાં લોકોને ઘોડેશ્વારો તથા ઘોડાગાડીના ધંધાર્થીઓ કનડગત કરતા હોવાથી હિન્દુસેનાએ કરેલી રજુઆતના પગલે કલેકટરે આ મુદ્દે ફોજદારી પગલાં લેવા સૂચવ્યું હોવાનું જાણવા મળે છે.
જામનગરમાં એકમાત્ર તળાવની પાળ ફરવા લાયક છે અને તહેવારો તથા રવિવાર, શુક્રવાર જેવી રજાઓમાં શહેરમાં રહેતા લોકો તળાવની પાળે ફરવા જવાનું પ્રથમ પસંદ કરે છે એટલે ભીડ તો થવાની જ છે. આવા સમયે તળાવની પાળે આવેલા ઘોડેસવારી, ઘોડાગાડીના ધંધાર્થીઓનો ત્રાસ વધી ગયો છે. કારણ વિનાની ભીડ કરવી, બેફામ ઘોડા ચલાવવા, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો વગેરે હેરાનગતિ વધી રહી છે. ખરેખર ફરવાલાયક સ્થળે વધુ અવરજવર કરી વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ઘોડાવાળા કરી રહ્યા છે. તેમાં તે લોકો મોજ માણી રહ્યા છે, એટલું જ નહીં બહેન દીકરીઓને જોઈને અમુક પ્રકારના ઈશારા, મસ્તી થતી હોય છે, પરંતુ બદનામીની બીકે કોઈ ફરિયાદ થતી નથી, જેનો ભરપુર લાભ આ ઘોડાના ધંધાર્થીઓ લઈ રહ્યા છે, જેને લઈને હિન્દુ સેના પાસે અનેક વખત ફરિયાદ આવતા હિન્દુ સેનાએ જામનગરના કલેકટર, કમિશનર તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને હિન્દુ સેનાના જામનગર શહેર પ્રમુખ યશાંક ત્રિવેદીએ લેખિત રજુઆત કરી હતી. જેમાં તાત્કાલિક ધોરણે આ ઘોેડેશ્વાર કે ઘોડાગાડીવાળાનું સ્થાન બદલી આપવા અથવા બંધ કરાવવા હિન્દુ સેના એ રજુઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કલેકટરએ જામનગરની પોલીસ કચેરીમાં ફોજદારી રાહે પગલા લેવાનો હુકમ ફરમાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag