Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મચ્છરનગર તથા સણોસરામાંથી બીયર, બોટલ ઝબ્બેઃ
જામનગર તા.૧૧ ઃ જોડિયાના મોરાણા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે જઈ રહેલી એક મોટરમાંથી પોલીસે શરાબની ૩૯૬ બોટલ પકડી પાડી છે. પોલીસના મોટર ઉભી રાખવાના ઈશારાના પગલે તેનો ચાલક મોટર મૂકી નાસી ગયો હતો. મચ્છરનગરમાંથી એક શખ્સ બીયરના બે ટીન સાથે અને ધ્રોલના સણોસરા પાસેથી એક બોટલ સાથે શખ્સની ધરપકડ કરાઈ છે.
જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે એક મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી પરથી વોચમાં ગોઠવાયેલા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે રાતભર પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં સવા ત્રણેક વાગ્યે મોરાણા પાસેથી જીજે-૧ર-ડીએ ૮૯૯૦ નંબરની મોટર પસાર થતાં તેને ઉભી રાખવા પોલીસે ઈશારો કરતા તે મોટરનો ચાલક મોટર મૂકીને નાસી ગયો હતો.
આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૯૬ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧,૯૮,૦૦૦ની કિંમતની બોટલ, રૃા.ર લાખની મોટર તથા મોટરમાંથી રૃા.૩ હજારનો મોબાઈલ મળી કુલ રૃા.૪,૦૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ મોટરમાં લગાડવામાં આવેલી નંબરપ્લેટ નકલી હોવાનું ખૂલ્યું છે. પોલીસે મોટરના એન્જિન, ચેસીસ નંબર પરથી તેના માલિક, ચાલકની શોધખોળ શરૃ કરી છે.
જામનગરના મચ્છરનગરની શેરી નં.ર પાસેથી ગઈરાત્રે જીજે-૧૦-ડીએફ ૮૮૮૮ નંબરના સ્કૂટરમાં જતાં રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જેઠવા નામના શખ્સને રોકી સિટી-બી ડિવિઝનના હે.કો. ક્રિપાલસિંહ સોઢા, બલભદ્રસિંહ જાડેજાએ ચેક કરતા આ શખ્સના કબજામાંથી બીયરા બે ટીન મળી આવ્યા હતા. આ શખ્સે તે ટીન મહેન્દ્રસિંહ નવલસિંહ સોઢાએ આપ્યાની કબૂલાત કરી છે.
ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે ઓમદેવસિંહ દિલુભા જાડેજા નામનો શખ્સ શરાબની બોટલ સાથે પકડાઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag