Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એવોર્ડ સ્વીકારતા કમ્પોઝર એમ.એમ. કીરવાનીની વિનિંગ સ્પીચ થઈ વાયરલ
ચેન્નાઈ તા. ૧૧ઃ આરઆરઆર ફિલ્મના 'નાટૂ નાટૂ' સોંગને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. 'બેસ્ટ ઓરિજિનલ સોંગ'ની ટ્રોફી લેતા સમયે કમ્પોઝર એમ.એમ. કીરવાની ભાવુક થયા હતાં અને તેની વિનિંગ સ્પીચ વાયરલ થઈ રહી છે.
એસ.એસ. રાજા મૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ-નાટૂને ગોલ્ડન ગ્લોબ એવોર્ડસમાં શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો છે. આરઆરઆર ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે. આરઆરઆર ગોલ્ડન ગ્લોબ એવોર્ડસમાં શ્રેષ્ય વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં પણ નામાંકિત છે.
અમેરિકાના બેવલીં હિલ્સમાં આયોજિત એવોર્ડ સમારોહમાં આરઆરઆર કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હજાર રહ્યા હતાં. 'ગોલ્ડન ગ્લોબ' એવોર્ડસમાં 'નાટૂ નાટૂ' (નાચો નાચો...) સોંગ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ કમ્પોઝર એમ.એમ. કીરવાનીને મળ્યો હતો. તેમના માટે આ ગર્વની ક્ષણ હતી.
એવોર્ડ મળવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. તેમની આંખમાંથી ખુશીના આંસુ છલકી પડ્યા હતાં. એવોર્ડ લેતા સમયે તેમણે કહ્યું હતું, 'આ પ્રેસ્ટીજિયસ એવોર્ડ માટે એચએફપીએનો ઘણો જ આભાર. આ ક્ષણે હું ઘણો જ ખુશ છું. આ એવોર્ડ હું મારી પત્ની સાથે શેર કરવા ઘણો જ ઉત્સુક છું. તે અહીંયા સામે જ બેઠી છે. વર્ષોથી એમ કહેવાની પ્રથા છે કે એવોર્ડ જીત્યા પછી ક્રેડિટ બીજાને આપવામાં આવે છે, પરંતુ હું વિચારતો હતો કે જ્યારે મને એવોર્ડ મળશે ત્યારે હું આ શબ્દો કહીશ નહીં, પરંતુ માફ કરજો હું પણ તે જ પરંપરાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છું. આ એવોર્ડની ક્રેડિટ સૌ પહેલા મારા ભાઈ અને ફિલ્મના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીને તથા તેમના વિઝનને આપું છું. મારા કામ પર સતત વિશ્વાસ કરવા બદલ હું તેમનો આભાર માનું છું. આ ઉપરાંત આ ગીત સાથે જોડાયેલા તમામ લોકોનો આભારી છું.'
આ કેટેગરીમાં 'નાટૂ નાટૂ' સોંગની સાથે ટેલર સ્વિફ્ટનું સોંગ 'કેરોલીના', ટોરોસ પીનોચીઓનું 'સીઆરઓ પાપા', ફિલ્મ 'ટોપ ગન મેવરિક'નું ગીત 'હોલ્ડ માય હેન્ડ' લેડી ગાગાનું 'બ્લડપોપ' તથા બેન્જામિન રાઈસનું ગીત 'લિફ્ટ મી અપ' નોમિનેટ હતાં. આ તમામને પછાડીને 'નાટૂ નાટૂ' સોંગ વિનર બન્યું છે.
સાઉથ સિનેમાની ફિલ્મ આરઆરઆર એ 'ગોલ્ડન ગ્લોબ ર૦ર૩' ઈતિહાસ રચ્યો છે. ફિલ્મને તેલુગુ ગીત 'નાટૂ નાટૂ' માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો છે.
ફિલ્મ 'આરઆરઆર' ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી અને એણે બોક્સ ઓફિસ પર ૧ર૦૦ કરોડ રૃપિયાથી વધુની કમાણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag