Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયરને સૂચન કરતા વિપક્ષના નેતા
જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગર પાલિકાના આગામી અંદાજપત્રમાં કેટલાક વિકાસ કામોનો સમાવેશ કરવા અંગે વિપક્ષના નેતા દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના વિક્ષના નેતા ધવલ નંદાએ મેયરને પત્ર પાઠવી બજેટ સંબંધિત કરેલા સૂચનોમાં જણાવ્યું છે કે, જામનગરમાં ત્રણ સ્મશાન કાર્યરત છે, પરંતુ શહેરની નવેક લાખની વસતિની સરખામણીએ વધુ એક સ્મશાનની જરૃર છે. અગાઉના બજેટમાં લાલપુર માર્ગે સ્મશાન બનાવવાનું આયોજન જાહેર થયું હતું, પરંતુ આજ સુધી નવા સ્મશાન માટે કોઈ કાર્યવાહી થઈ નથી.
શહેરમાં હાલમાં ફક્ત એક જ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે. હકીકતે બેથી ત્રણ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હોવા જોઈએ. અગાઉના બજેટમાં આ માટે આયોજન દર્શાવાયું હતું, પરંતુ તેની અમલવારી થવા પામી નથી.
મહાનગરપાલિકા એનિમલ હોસ્ટેલ બનાવવાનો સામાન્ય સભામાં ઠરાવ થયો હતો, પરંતુ આજ સુધી આ સુવિધા મળી નથી જેને આગામી બજેટમાં સમાવેશ કરવાની જરૃર છે.
મહાપ્રભુજી બેઠક પાસે બીજા ટાઉનહોલની જાહેરાત કરાઈ હતી, પરંતુ તેની અમલવારી થઈ નથી. આથી અગામી બજેટમાં તેનો સમાવેશ કરવાની જરૃર છે. શહેરના વાલસુરા રોડનો વિકાસ કરવાની જરૃર છે. આમ આ કામોને બજેટમાં સમાવવા જોઈએ અને અગાઉ જાહેર થયેલ વિકાસ કામો તાત્કાલિક શરૃ કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag