Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચમરબંધીને પણ છોડાશે નહીંઃ ખનિજચોરી કરાશે નેસ્તનાબૂદઃ મામલતદાર રિડાણી
ભાટિયા તા. ૧૧ઃ કલ્યાણપુર મામલતદાર રિંડાણી દ્વારા ગેરકાયદેસર બોક્સાઈટ ખાણોઅને વાહનોનું છેલ્લા દસ દિવસથી ચેકીંગ હાથ ધરાયું છે. તે દરમિયાન બે ટ્રકો, એક ટ્રેક્ટર રોયલ્ટી પાસ વગર ઝડપીને રૃા.૧.ર૧ લાખથી વધુનો દંડ વસૂલાયો છે.
કલ્યાણપુર તાલુકાના મામલતદાર શ્રી રિંડાણી દ્વારા જિલ્લા કલેક્ટર મુકેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના બે નંબર ખનિજ ચોરી કરી ગેરકાયદેસર ખાણો ચલાવતા ખનિજ માફિયાઓની ખાણોનું ચેકીંગ તેમજ રોડ પર ગેરકાયદેસર રીતે ટ્રકો તથા ટ્રેક્ટર મારફત વહન કરતા ખનિજ ભરેલા ટ્રકો, ટ્રેક્ટરોમાં રોયલ્ટી પાસ-ટાઈમ, વિગેરે બાબતની જીણવટભરી તપાસ છેલ્લા દસ દિવસથી અવિરત કરી રહ્યા છે. જે તપાસ દરમિયાન બે ટ્રકો, અને એક ટ્રેક્ટર ઝડપી પાડી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઓવરલોડ ટ્રક પણ ઝડપાયો છે. ટ્રક નંબર જીજે-૯-બી-પ૩૪ર, ટ્રક નં. જીજે-૩૭-ટી-પ૪૩ર, ટ્રેક્ટર નં. જીજે-૩૭-ટી-પ૪પર માં રેતી તથા બ્લેક ટ્રેપ સહિત ર૭ ટન માલ સાથે ઝડપી પાડ્યો છે. જેમાં દંડની કાર્યવાહી કરી રૃા. ૧ર૧, પ૦૦ નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે બે વાહનો માલ સહિત સીઝ કર્યા છે.
આમ છેલ્લા દસ-દસ દિવસથી અવિરતપણે મામલતદાર પોતાની ટીમ સાથે કલ્યાણપુર તાલુકાના મેવાસા-વરપર, આસોટા, મહાદેવિયા, પીંડારા, રાણ, લીંબડી, કેનેડી, બાંકોડી, ભોગાત, નાવદ્રા, ગોજીનેસ, હડમતિયા, લાંબા, ગાંધવી ખાખરડા, સહિતના બોક્સાઈટ રેતી નીકળતા વિસ્તારોમાં અવિરતપણે ચેકીંગ કાર્યવાહી હાથ ધરતા ખનિજચોરોમાં ભારેફફડાટ વ્યાપી ગયો છે.
મામલતદારે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, તાલુકામાં ગેરકાયદેસર ખનિજચોરી, ખનિજ પરિવહન ઉપરાંત જે કાયદેસરની જે તે વિસ્તારમાં માઈનીંગ લીઝો આવેલ છે તેવા માઈનીંગ વિસ્તારોની પણ મારા તથા મારી ટીમ દ્વારા સ્થળ પર માઈનીંગ લીઝોના કાગળો, પર્યાવરણ-વૃક્ષારોપણ, બ્લાસ્ટીંગ, લીઝની મુદત મર્યાદા, બાઉન્ડ્રી એરિયા ચેકીંગ, ઓન લાઈન રોયલ્ટી પાસ ઈસ્યુ સહિતના નાનામાં નાના જરૃરી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને હજુ પણ વધુ કડક હાથે કામ હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર ખનિજ ચોરી સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે, અને રહેશે.
તેમણે કહ્યું કે, ખનિજચોરોને ભો-ભિતર કરી દેવાશે જેમાં કોઈની પણ સેહશરમ રાખવામાં નહીં આવે અને અમારી આ કાર્યવાહી અવિરતપણે આગામી દિવસોમાં ચાલુ જ રહેશે અને ચમરબંધીને પણ છોડવામં નહીં આવે તેમ મામલતદારે પત્રકાર નિલેશ કાાણીને રૃબરૃ મુલાકાતમાં જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag