Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમૃતસરના સુવર્ણમંદિરમાં માથુ ટેકવ્યું
અમૃતસર તા. ૧૧ઃ કોંગી નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના ૧૧૬ દિવસ પૂરા કર્યા છે, અને હવે પંજાબમાં પ્રવેશ પછી અમૃતસરના સુવર્ણમંદિરમાં દર્શન કર્યા છે.
કોંગી નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા હેઠળ પંજાબમાં તેમની પદયાત્રા શરૃ કરતા પહેલા મંગળવારે બપોરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમની મુલાકાત લીધી હતી. આ યાત્રાનો હરિયાણા લેગ મંગળવારે પૂર્ણ થયો હતોે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, હરિયાણાના અંબાલામાં ભારત જોડો યાત્રાનો ૧૧૬ મો દિવસ પૂર્ણ થયો. આ પહેલા જયરામ રમેશે પોતાના ટવીટમાં લખ્યું હતું કે અમૃતસરમાં પવિત્ર, સૂવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ યાત્રા શરૃ કરવા કરતાં વધુ સારું કંઈ હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી આજે સુવર્ણ મંદિર દર્શન માટે ગયા છે.
ગયા ગુરૃવારે આ યાત્રા ઉત્તર પ્રદેશથી પાણીપથ થઈને હરિયાણામાં પ્રવેશી હતી. ડિસેમ્બરમાં પણ આ યાત્રા મેવાત, ફરીદાબાદ અને હરિયાણાના કેટલાક અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ભારત જોડો યાત્રા ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૃ થઈ હતી અને હવે પંજાબ પહોંચી છે. પંજાબ પછી આ યાત્રા હિમાચલપ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીર જશે. આ યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થશે.
સવારે અંબાલા કેન્ટના શાહપુરથી પદયાત્રાની શરુઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પંજાબ અને જમ્મુ, કાશ્મીરમાં ભારત જોડો યાત્રા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. ભારત જોડો યાત્રા જે માર્ગો પરથી પસાર થાય તેના પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહેલા અકસ્માતોને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી કોંગ્રેસ તરફથી પત્ર લખીને રાહુલ ગાંધી માટે ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થાની માંગણી પણ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag