Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિટેલ વેપારી મહામંડળની સીએમને અરજીઃ
જામનગર તા. ૧૧ઃ જામનગમાં નેપાળીઓનો વસવાટ વધતો જઈ રહ્યો છે. એક અંદાજ મુજબ આશરે ૩૦ હજાર લોકો વસવાટ કરે છે. જે અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા મખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર રીટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંત મશરૃએ મુખ્યમંત્રીને ફરિયાદ અરજી કરતા જણાવાયું છે કે, નેપાળથી જામનગર આવનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. એના અંદાજ મુજબ આશરે ૩૦ હજાર નેપાળીઓ જામનગરમાં વસવાટ કરે છે. જેમની પાસે કોઈ આધાર-પુરાવા પણ હોતા નથી. નવા બંધાતા એપાર્ટમેન્ટમાં તેમને નોકરી મળી જાય છે, તો અમુક એપાર્ટમેન્ટમાં તેઓ કાયમી ધોરણે ચોકીદાર તરીકે નોકરી કરે છે. ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટમાં વેઈટર, હોટલ બોય તરીકે કામ કરે છે. તેઓમાં જુગાર અને અસામાજિક કામોનું દૂષણ વધુ જોવા મળે છે.
તાજેતરમાં બાળકી સાથે દૂષ્કર્મના કેસમાં નેપાળીની સંડોવણી ખુલી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીને નેપાળીએ ધમકી આપી હતી.
આધાર પુરાવા વગર રહેતા આવા નેપાળી પરિવારોને ગેસના બાટલા પણ મળી જાય છે. આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag