Advertisement
Author: નોબત સમાચાર

બોકસાઈટના ઈ-ઓકશનની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે જિલ્લા ભાજપ પ્રમુખની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

દ્વારકા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઈટના ખનિજ જથ્થાના  ઈ-ઓકશનની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી, વિરપર, મેવાસા, મહાદેવીયા, નંદાણા વગેરે ગામોમાં આવેલ બોકસાઈટના ખનીજના જથ્થાના ઈ-ઓકશન માટે અરજદારો દ્વારા બ્લોક કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

હાલ સંખ્યાબંધ ફાઈલો ગાંધીનગરમાં ઉદ્યોગ કમિશનર કચેરીમાં સંશોધન અને સર્વેની કામગીરી આગળ વધારવા માટે પડતર પડેલ છે, અને કમિશનર કચેરી દ્વારા સંશોધન અને સર્વેની કામગીરી માટે ખાનગી એજન્સી નક્કી કરવા માટે ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે.

જો બ્લોકનીપ્રક્રિયાને ઝડપભેર ગતિશિલ બનાવવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના પચ્ચીસ હજાર લોકોને રોજીરોટીની તક મળી રહે તેમજ સરકારને રોયલ્ટીના નાણાથી કરોડો રૃપિયાની આવક મળી શકે તેમ છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ધંધાકીય વેગ મળી રહે તો ઉદ્યોગ કમિશનર કચેરીને ઈ-ઓકશનની પ્રક્રિયામાં સંશોધન અને સર્વેની કામગીરી માટે વહેલી તકે ખાનગી એજન્સીની નિમણૂક કરી આપવા અને તાકીદે નિકાલ કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh