Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારતના નિર્માણ માટે અજબ, ગજબ અને સહજ એવું મધ્યપ્રદેશ રાજ્ય મહત્ત્વપૂર્ણ છેઃ મોદી
ઈન્દોર તા. ૧૧ઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયેલા બે દિવસના ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું વર્ચ્યુલી ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની વિશેષ ઢબે પ્રશંસા કરી હતી.
આજે મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટરમાં આ બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સંબોધન કરતી વખતે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત 'અમૃત કાળ'માં પ્રવેશી ચૂક્યું છે. આપણે 'વિકસિત ભારત'ના નિર્માણના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
વિકસિત ભારતનો અર્થ સમજાવતી વખતે પીએમે કહ્યું કે, આપણે તેનો ઉલ્લેખ જ્યારે કરીએ ત્યારે તે માત્ર દેશવાસીઓની 'આકાંક્ષા' જ નહીં, પરંતુ તેમના 'સંકલ્પ'નો પણ ઉલ્લેખ કરે છે. આસ્થા-અધ્યાત્મથી લઈને પર્યટન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી મધ્યપ્રદેશ અજબ, ગબજ અને સહજ પણ છે. સ્થિર સરકાર, નિર્ણાયક સરકાર અને સાચા ઈરાદા સાથે ચાલતી સરકાર 'વિકાસ'ને અભૂતપૂર્વ ગતિ આપે છે. તે દેશ માટે દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા સક્ષમ છે. છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે ઝડપ અને સ્કેલમાં સતત વિકાસમાં વધારો કર્યો છે. ૮ વર્ષમાં અમે નેશનલ હાઈ-વેના નિર્માણની ગતિ બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. પીએમએ વધુમાં કહ્યું કે, ભારતની પોર્ટ હેન્ડલિંગ ક્ષમતા અને પોર્ટ ટર્નઅરાઉન્ડમાં આવક વધારો થયો છે.
આ ઉપરાંત પજી પર પણ પીએમએ વાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત દરેક ગામડામાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સેવા પૂરૃં પાડી રહ્યું છે. પજી નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. દરેક ઉદ્યોગ અને ઉપભોક્તા માટે પજીથી લઈને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને એઆઈ સુધી જે પણ નવી તકો ઊભી થઈ રહી છે, તે ભારતમાં વિકાસની ગતિને વધુ વેગ આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag