Advertisement
Author: નોબત સમાચાર

પારકી જમીનમાં બાંધકામ કરનાર આસામી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધવા માંગણી

પડાણા પાટિયા પાસે આવેલું છે વિવાદિત બાંધકામઃ

જામનગર તા.૧૧ ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણાના પાટિયા પાસે એક જગ્યામાં દબાણ કરી લેવાયાની જિલ્લા કલેકટરને અરજી પાઠવવામાં આવી છે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવવાની સૂચના આપવા માંગણી કરવામાં આવી છે.

જામનગરના પારસ સોસાયટી વિસ્તારમાં રહેતા સુભાષ કેશવજી શાહ નામના આસામીની જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે ૫૮૮૬.૭૨ ચો.મી. જમીન આવેલી છે. તે જગ્યા સુભાષ શાહ તથા સુરેશ જોષી અને જયંતિલાલ ચાંદ્રાના નામે નોંધાયેલી છે. તે જગ્યામાં હાલમાં એક રેસ્ટોરન્ટ અને કન્ટેઈનર ખડકવામાં આવ્યા છે.

રેસ્ટોરન્ટનો વ્યવસાયીક ઉપયોગ કરવાની સાથે કન્ટેઈનરનો ઉપયોગ ઓફિસ તરીકે કરાઈ છે તેમજ ખાલી જગ્યામાં પાર્કિંગ કરાવવામાં આવે છે.

તે પછી જમીનના મૂળ માલિકોએ ત્યાં તપાસ કરાવતા ઝાખર ગામના અજીતસિંહ ભીખુભા જાડેજા નામના આસામીએ તે જગ્યા પચાવી પાડી હોવાનું ખૂલતા સુભાષ શાહે ગઈકાલે જિલ્લા કલેક્ટર સમક્ષ આ બાબતની અરજી કરી અજીતસિંહ ભીખુભા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.

અરજદારે વધુમાં જણાવ્યા મુજબ તેઓએ અગાઉ કરેલી અરજીના અનુસંધાને વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબર મહિનામાં સ્થળના કરાયેલા પંચરોજકામમાં સર્કલ ઓફિસરે તે જગ્યાનું વિવરણ કર્યું હતું. ઉપરાંત સર્કલ ઓફિસરે કહેવાતા દબાણકાર અજીતસિંહ ભીખુભાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં આ આસામીએ જણાવ્યું હતું કે, તેઓએ આ જગ્યામાં પ્લોટ ખરીદ્યો છે અને સુભાષભાઈની જગ્યા જ્યાં આવેલી છે ત્યાં બિનખેતીવાળી જમીનમાં પ્લોટીંગ થયું ન હોય તેઓ દ્વારા શરતચૂકથી વિવાદિત જગ્યામાં હોટલનું બાંધકામ થઈ ગયું છે. આ નિવેદનના આધારે સર્કલ ઓફિસરે તે બાંધકામ સાત દિવસમાં દૂર કરી આપવા તાકીદ પણ કરી હતી. તેમ છતાં ગઈકાલ સુધી તે જગ્યાનો કબજો છોડવામાં નહીં આવતા આખરે સુભાષ શાહે જિલ્લા કલેક્ટર સમક્ષ ઉપરોક્ત અરજી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh