Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા.૧૧: મુંબઈની ૪૯ વર્ષની મહિલા સાથે અમદાવાદમાં ગેંગરેપની ઘટના બની છે, આ જઘન્ય રેપ કરનાર બેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે અને એક શખ્સ ફરાર છે.
વિલે પાર્લેમાં રહેતા ૪૯ વર્ષના પરિણીત મહિલા પર અમદાવાદમાં તેના ત્રણ પરિચિતોએ ગેંગરેપ કર્યા પછી ફરિયાદ થતા મુંબઈની પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક હજુ ફરાર છે. પકડાયેલા આરોપીની ઓળખ લાલાસાહેબ સુખનાથ યાદવ અને શશાંક સંજય સાવંત તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા તેના પતિ અને બાળકો સાથે વિલે પાર્લેમાં રહે છે અને જુહૂમાં તેના બે બ્યુટી પાર્લર હતા. કોરોનાકાળ દરમિયાન થયેલા નુકસાનને કારણે તેણે બંને પાર્લર બંધ કરી દીધા. લાલસાહેબ તરીકે ઓળખ થયેલો આરોપી કાંદીવલીમાં રહે છે જે મહિલાનો નજીકનો મિત્ર હતો. લાલસાહેબ અવારનવાર વિલે પાર્લે સ્થિત તેમના નિવાસસ્થાને આવતો, ૬ જાન્યુ.ના રોજ તે તેના ઘરે પત્તા રમવા ગયો હતો અને જુગાર રમવાના બહાને તેણીને તેના બે મિત્રો સાથે અમદાવાદ લઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ લાલસાહેબ અને તેના બે મિત્રોએ આખી રાત પીડિતાનું જાતીય શોષણ કર્યું અને બીજા દિવસે ૭ જાન્યુઆરીએ તેઓ બધા મુંબઈ પાછા ફર્યા. મુંબઈ પહોંચ્યા પછી પીડિતાએ તેના પતિને આ ઘટના જણાવી અને બંને વિલે પાર્લે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લેખિત ફરિયાદ કરી હતી, તે પછી મુંબઈ પોલીસ હરકતમાં આવી હતી અને બે રેપીસ્ટોને દબોચી લીધા હતા તે ઉપરાંત ત્રીજા ફરાર આરોપીની શોધખોળ પણ શરૃ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag