Advertisement
Author: નોબત સમાચાર

સખી-૨ કલબના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ

સિલ્વર જ્યુબેલી વર્ષમાં

જામનગરના સખી-૨ કલબના સિલ્વર જ્યુબેલી વર્ષના નવા વરાયેલા પ્રમુખ ઉષાબેન વસા તથા તેમની ટીમના સભ્યોનો પદગ્રહણ સમારોહ મ્યુનિ. ટાઉનહોલમાં ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. જેમાં સખી-૨ કલબના તમામ પૂર્વ પ્રમુખોનું વિશેષ સન્માન કરવા સાથે સંસ્થાના કાર્યક્રમોમાં આર્થિક સહયોગ-સ્પોન્સરશીપ આપનારા શ્રેષ્ઠીઓ-દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના આગેવાનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઓન-સ્ટેજ તથા ઓફ-સ્ટેજ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. નવા વરાયેલા બોર્ડના તમામ હોદેદારો એક જ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ઉષાબેન વસાનું પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમ સખી-૨ કલબના અનિતા દવેએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh