Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેન્કીંગ સેવાઓ અંગેની સમજ અપાઈ
જામનગર તા. ૧૧ઃ જામનગરની હરીયા કોલેજ તથા ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં નવાનગર બેન્કની મુલાકાત કરી હતી અને બેન્કિંગ સેવા અંગેની સમજણ મેળવી હતી.
હરીયા કોલેજમાં એમ.બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૭પ વિદ્યાર્થીઓએ ગત તારીખ ૩,૪ અને પ તારીખે અને ક્રિષ્ના સ્કૂલમાં ધો. ૧૦ અને ધો. ૧ર માં અભ્યાસ કરતાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તા.૯ અને ૧૦ જાન્યુઆરીના નવાનગર બેન્કની મુલાકાત કરી હતી. બેન્કમાં કેવી રીતે નાણાંકિય વ્યવહારો થાય છે, કામકાજ થાય છે તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
જામનગરની નવાનગર બેન્કના આસી. જનરલ મેનેજર અજ્ય શેઠએ બેન્કની કામગીરીથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતાં. વર્તમાન સમયમાં બેન્કીંગ સેવા ખૂબ જ અગત્યની છે. જ્યારે બેન્કોમાં થતી કામગીરીથી વિદ્યાર્થીઓને જાણકારી માટે અને તેમના ભવિષ્યની કામગીરી ઉપયોગી થઈ શકે તે હેતુથી તેમની આ બેન્ક મુલાકાત ગોઠવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag