Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલ.ઓ.સી. પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતાં
શ્રીનગર તા. ૧૧ઃ કુપવાડામાં પેટ્રોલીંગ દરમિયાન સેનાનું વાહન ઊંડી ખીણમાં પડવાથી ૩ જવાનો શહીદ થઈ ગયા છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માછલ સેક્ટરમાં પેટ્રોલીંગ દરમિયાન સેનાનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું. તેમાં સવાર ત્રણ જવાનોના મોત થઈ ગયા છે. બાદમાં જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ફોરવર્ડ એરિયામાં બરફથી ઢંકાયેલા રસ્તા પર પેટ્રોલીંગ કરતી વખતે વાહનનું પૈંડું સ્લીપ થઈ ગયું હતું. મૃતકોમાં ૧ જેસીઓ અને બે ઓઆર (અન્ય રેન્ક) ના જવાનો સામેલ છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની જાણકારી આપી છે.
હાલના દિવસોમાં માછલ સેક્ટરમાં એટલી હિમવર્ષા થઈ રહી છે કે, કેટલીક જગ્યાએ એક ફૂટ સુધી બરફ જમા થઈ ગયો છે. આવી સ્થિતિમાં મુસાફરી જોખમથી મુક્ત નથી. સેનાએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે જવાનો એલઓસી પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, જેસીઓ અને અન્ય બે રેન્કના જવાનો માછલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલીંગ પર હતાં તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag