Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ-ઉપપ્રમુખ એક મહિનામાં બેઠક નહીં બોલાવે તો કલેકટર બોલાવશે
ખંભાળીયા તા. ૧૧ઃ જામરાવલ નગરપાલિકાના ર૪માંથી ૧૭ સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ કરતા એક માસમાં પ્રમુખ-ઉપપ્રમુખે બેઠક બોલાવવી પડશે નહીં તો કલેકટર બોલાવશે. જેથી સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. બે વર્ષ પહેલા જામ રાવલ નગરમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના નામથી સ્થાનિક પક્ષ રચીને પાલિકા ચૂંટણીમાં વિજય મેળવી કોંગ્રેસ ભાજપને બદલે વીવીપીના નામથી સત્તા મેળવ્યા પછી બે વર્ષમાં વ્યવસ્થા પાર્ટીમાં ભંગાણ પડતા તેના જ કેટલાક સદસ્યો દ્વારા ભાજપ તથા કોંગ્રેસના ટેકાથી ર૪ માંથી ૧૭ દ્વારા પ્રમુખ મનોજભાઈ જાદવ તથા ઉપપ્રમુખ લીલુબેન સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે ત્યારે કાનૂની રીતે કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
પાલિકાના નિયમો મુજબ નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતી સભ્યો દ્વારા રજુ થાય ત્યારે પંદર દિવસમાં પ્રમુખે સામાન્ય સભા બોલાવી વિશ્વાસનો મત પસાર કરવો પડે જો પ્રમુખ પંદર દિવસમાં ના બોલાવે તો તે પછી ઉપપ્રમુખે પંદર દિવસમાં બોલાવવી પડે જો બન્ને ના બોલાવે તો પછી જિલ્લા તંત્ર દ્વારા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ મળે અને તેમાં અવિશ્વાસ ના મત અંગે નિર્ણય થઈ શકે.
સુત્રોના જણાવ્યા મુજબ હાલ ર૪ માંથી ૧૭ પ્રમુખ-ઉપપ્રમુખની વિરૃદ્ધમાં હોય તથા હજુ બાકીના સાતમાંથી ૫ણ ત્રણેક બાગીઓના સંપર્કમાં હોય વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની વ્યવસ્થામાં પરિવર્તન આવી જાય તો નવાઈ નહી !! બે વર્ષમાં જામરાવલમાં વિકાસ કાર્યો નોંધપાત્ર થયા નથી તો ખોટી ખરીદીની પણ ફરિયાદો થઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag