Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ જામનગરના આર્યસમાજ તથા દયાનંદ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉ૫ક્રમે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષસ્થાને સંસ્થાના માનદ્દમંત્રી મહેશભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મહેશભાઈ રામાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શિક્ષિકા અશ્માબેન મુંદ્રાએ આઝાદીની લડાઈમાં આર્યસમાજના યોગદાનની વિગતો રજૂ કરી હતી. જેમાં ગોકલદાસ હીરજી ઠક્કર તથા દામજીભાઈ રામજીભાઈ મહેતાના આઝાદીની લડાઈમાં યોગદાનની માહિતી આપી હતી.
શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યાે હતો. આર્ય વીરાંગના દળ-જામનગર દ્વારા નીલીમાબેન ત્રિવેદી, કુ. અમસરા ઈશિતાના નિર્દેશન હેઠળ યોગ-કરાટે, તલવારદાવનો કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીને સંસ્થા તરફથી માનદમંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલ્લાબેન રૃપડીયા, ઉષાબેન બરછા, સત્પાલજી આર્ય, સંગીતાબેન મોતીવરસ, મીન્ટુબેન ચોવટીયા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં આર્યસમાજ પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, અંતરંગ સદસ્યો ધવલભાઈ બરછા, નીમુબેન રામાણી, સુનિતાબેન ખન્ના, વિશ્વાસભાઈ ઠક્કર, હરીશભાઈ મહેતા, પ્રતિભાબેન મહેતા, મહેશભાઈ તન્ના, મા. અને ઉચ્ચ.મા. વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શિક્ષિકા બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા, આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ ધર્મિષ્ઠાબેન ગોહિલ, ભાગ્યશ્રીબેન પરમાર, ઉર્વીબેન અગ્રાવત, નીરૃબેન હુંબલ, યોગીતાબેન ભટ્ટ, જાનકીબેન ઝીંઝુવાડીયા, રાધિકાબેન માણેક, નયનાબેન આહુજા અને રીશાબેન પોપટ દ્વારા કરાયું હતું. આભાર દર્શન આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયાએ અને સંચાલન શિક્ષિકા ધર્મિષ્ઠાબેન ગોહિલે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial